



(બીના અથર્વ-binapsychologist725@gmail.com)
અંધારું પણ ચાખવા જેવી ચીજ છે કેમ કેમ કે આજના લાઈટવાળા જમાનામાં માણસ કરતાં થાકી ગયેલો છે પોતાનાથી લડતો લડતો હારી ગયો છે અને કંટાળી ગયો છે આ દેખાવાથી જે રાતના ફુલ પ્રકાશમાં લાઈટ ના હિસાબે દેખાય છે પહેલાના જમાનામાં જ્યારે અંધારામાં દીવા હતા આદીવા એક લહેર હતી પ્રકાશ પાથરવાની આછા પ્રકાશમાં માણસ પોતાની જાતને સંભાળતો અને છુપાવતો પણ હતો પછી તેમાં થોડી ફેરબદલ થઈને ફાનસ નો જમાનો આવ્યો તેને પ્રકાશને અને કાચ ને અલગ રાખ્યા તેમાં કોડિયા અને દીવા જેવી વાત નથી ગમે તેટલું પ્રકાશ આપે ફાનસ પણ તે કાચ થી અલગ જ રહ્યું પછી આવી બલ્બ અને લાઇટ વાળી દુનિયા અંધારામાં સતત પ્રકાશ આપતી આધુનિક વસ્તુ આજે માણસ ને ડરાવે છે પહેલા ના માણસો કોડિયા અને દિવાના વખતે અંધારામાં પણ જોઈ શકતા હતા અને સાચું કરતા આજે લાઇટમાં ચોખ્ખું દેખાતું હોવા છતાં લોકો ખોટું કરે છે આજે લોકોનું આંખનું તેજ ઘટતું જાય છે અને ઓરડાનું તે જ વધતું જાય છે અને અંધારામાં જોઈ શકવાની શકિત તો આપણામાં છે જ નહીં
પહેલાનું લીસુ ખોળિયું અત્યારે ખાલી આપણે દિવાળી માં જોવા મળે છે ક્યારે કોઈ કવિની પંક્તિ માં કોડિયા નો ઉલ્લેખ આવેલ છે કે કોઈ શુભ કાર્યમાં દીવો પ્રગટાવીને કામ કરવાનો રિવાજ હજુ ક્યાંક છે આદીવા અત્યારે આશ્ચર્ય ચિન્હ બની ગયા છે દિવો હંમેશા જ્ઞાન સાથે પણ જોડાયેલા રહ્યા છે સમસ્ત એટલે અંધારું અને અંધારાને દૂર કરતો શબ્દ પ્રકાશ જે ત્યારે દીવો જ આપે છે
અજવાળામાં સતત સબડતો ડરતો બબડતો અથડાતો માણસ અંધારાના અનંત ઉપકાર ને ભૂલી ગયો છે અંધારું માણસના મનને જબરી રાહત આપે છે ભરચક ભીડમાં જે માણસ એકલો તૂટેલો છે તે બચી રહ્યો છે તેનું શ્રેય બધો આ અંધારા ને ફાળે જ જાય છે કેમકે તે અંધારામાં જ રહે છે પડે છે અને પાછો ઊભો થાય છે પ્રકાશમાં તો તે પાછું સરખું જ દેખાય છે અંધારાના વિરાટ સામ્રાજ્યમાં બધું જ અલોપ થઇ જાય છે અને કેવળ આપણે અને આપણો સ્વ રહી જાય છે એ સાથે જ માણસ પોતાની દોસ્તી કરી લે સમજુતી કરી લે તો તે તરી જાય છે અને ઘણા જ્ઞાની લોકો આસપાસ સાથેની દોસ્તી ને ધ્યાન કહે છે અંધારું ધ્યાન માટે પણ ખૂબ ઉપકાર કારક છે અહીંયા માણસ પોતાને મળીને તેના મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન કરી શકે છે જે કાર્ય મોટા લોકો ચર્ચા વિચારણા સમજૂતી નથી કરી શકતા તે અંધારું કરી આપે છે રાત્રે અંધારામાં પોતાની સાથે વિતાવેલી પળો પોતાની જાત માટે નો બહુ મોટો બચાવ છે અને આ બચાવ તમને સવારે ઉભો કરવા માટે જરૂરી છે ખુલ્લી આંખે કશું ન દેખાય તેવું અંધારું માણસ માટે આશીર્વાદરૂપ છે માનવ આ અંધારું જ માણસને જ્યોત નો રસ્તો આપે છે એટલે કે માણસ પોતાની જાતને મળે છે શીખે છે પોતાની જાતને સાંભળે છે અને સમજે છે અત્યારના લાઈટવાળા યુગમાં જરૂરી છે અંધારું એક જ્ઞાની કહ્યું છે શરીર અને મન સામાન લડે અને ખૂબ મોટી લડાઈ થવા માંડે ત્યારે જો કોઈ નિર્ણય પર ઉતરવાનું આવે તમારે ત્યારે તમે તેને એટલું કહી શકું મન તેનું ઘર માલિક એટલે કે શરીર નો ખતરનાક ભાડુત છે એટલે કે મન તમારી તમામ સમસ્યાનું મૂળ રૂપ છે તેના પર વિજય મેળવવા માટે આ અંધકારનું હોવું જરૂરી છે મને જીતવા માટે તેને કાબૂમાં લેવા માટે અને તેને સમજાવવા માટે એકલતા જરૂરી છે અને આ એકલતા અંધકારમાં ખૂબ સારી મળી રહે છે
અંધકારના પોતાના પણ ખૂબ ફાયદા છે પોતાની જાત સાથે મળવું હોય પોતાની ઓળખ હોય શક્તિ બહાર કાઢવી હોય અને કંઈ ખાસ કરવું હોય તો અંધારુ ચાખી જુઓ.
#Darkness is also something to taste