



(બીના અથર્વ-binapsychologist725@gmail.com)
આ દુનિયામાં એક જ વસ્તુઓ સતત ચાલે છે અને તે છે પરિવર્તન એટલે કે પરિવર્તન કાયમી છે અને પરિવર્તન જ બધું માણસ પાસે કરાવે છે તમે કોઈ વૃદ્ધની વાતો સાંભળશો તો તેના આવા શબ્દો અચૂક આવશે કે આ દુનિયા સાવ બગડી ગઈ છે આ તેમના ઘડપણનું લક્ષણ છે ખરી વાત તો એ છે કે દુનિયામાં બધું બદલાવવા માંડ્યું છે અને બદલાય છે એટલે સુધારામાં તેમને લાગે છે કે આ બધું બગડી ગયું છે પણ એવું નથી આની અંદર સમય અને પરિવર્તન ખૂબ મહત્વનું કામ કરે છે અત્યારે સમયમાં સુધારાના નામે બગાડ વધારે છે
આવું જ માણસો સાથે પણ થાય છે એક વખતનું માણસ જ્યારે ખૂબ કિંમતી હોય છે તે વૃદ્ધ થતાં એક ખૂણામાં પડેલું હોય છે અને તેને કોઈ પૂછતું નથી આથી તેમને આ દુનિયા બગડેલી લાગે છે દુઃખ પણ થાય છે તને થોડું પાછળ જઈને જોશો ત્યારે અમુક શબ્દો બોલવા સ્ત્રીઓનું ઘૂંઘટ માથી બહાર નીકળવું એ બધું વ્યાજબી ન હતું અને આજના જમાનામાં લેડીઝો મીની પહેરીને પણ બહાર નીકળે છે એ સમયના માણસો જો અત્યારે જીવતા હોય તો અચૂક બેભાન થઈ જાય તેને લાગશે કે આ લોકો માન મર્યાદા નથી જેમ જેમ સમય જાય છે તેમ તેમ પરિવર્તન પણ આવે છે હાથમાં રેતીની જેમ સમય સરકી જાય એ પેલા માણસે પોતાની મનની સ્થિતિ બદલી નાખવી જોઈએ હાલના તાજેતરમાં યુવાનોમાં એકબીજાને અધવચ્ચે મૂકી દેવાનો ખૂબ મોટો પ્રવાહ ચાલે છે બ્રેકઅપ આ કઈ એવું હોય છે કે એકબીજાની પાછળ બે ત્રણ વર્ષ પડે છે અને પછી બંને પ્રેમ થાય છે અને અચાનક એક પાત્ર મૂકી દે છે અને અંતે એક દુઃખમાં ભાંગી પડે છે બંનેનો મળવું એક વ્યક્તિનું બીજા પાછળ પડવું એ પણ સમય જ હતો જે સરકી ગયું એકબીજાની નજીક આવ્યો એ પણ સમય ગયો અને એકબીજાથી અલગ પડી ગયા એ પણ સમય ગયો એટલે કે આ સતત પરિવર્તનશીલ સમય લોકોને મનોસ્થિતિ બદલી નાખે છે એક સમયમાં પ્રેમલગ્ન કરવા કરનારા લોકો સમાજમાં સારા નહી કહેવાતા વિરોધ હતો અને મારામારી પણ થતી આજે સમયની સાથે મા-બાપ સામે થી જ પૂછી લે છે કોઈ ગમતી હોય તો કેજે નહિતર પછી લગ્ન ભાંગે નહીં ઘણી જૂની પ્રેમ ગાથાઓ એકબીજાને મળ્યા વગર એકબીજા ના અહેસાસથી જીવી ગયા અને હવે લોકો એક થી વધુ લોકો સાથે વાત કરતા ને મળતા થઈ ગયા પહેલા પ્રેમ પ્રેમ હતો હવે પ્રેમ એક ગેમ છે આ બધું પરિવર્તન છે 100 વર્ષ જીવતા વૃદ્ધ માણસ આ બધું સમજી શકે છે કે સમયની સાથે કેટલું બદલાઈ ગયું છે અને એક સમય એવો પણ આવશે પાછો જ્યારે પહેલાં જેવું કદાચ થઈ જશે તમે ખૂબ જ ઝડપથી સરકી જાય છે અને પરિવર્તન ઘૂઘવાતા દરિયા જેવો છે તેને કોઈ સીમા મર્યાદા નડતી નથી અને તેની કોઈ વ્યાખ્યા પણ નથી તે અનુભૂતિ છે જે માણસને સ્વીકારવી પડે છે અને સમજી શકાતી નથી માણસના મનની સ્થિતિ અને મગજ ની સ્થિતિ આ પરિવર્તનને આધારિત છે જે આ પરિવર્તનની સાથે સહમતી નથી સમજી શકતા તેજ મનોમન મથે છે યા તો હેરાન થાય છે યા કંઈ નવું શોધી ને આપે છે પરિવર્તનનો સ્વીકાર તમારી સમજદારી છે પરિવર્તનનો વિરોધ એ તમારી તાકાત છે જો તમે કંઈ નવું કરી રહ્યા છો નહિતર આ વિરોધ તમને માનસિક રોગ બાજુ જરૂર ખસેડી દેશે આ સમયમાં આપણે વર્તમાન અને માણીને તેને જીવી લેવી જ વ્યાજબી છે બાકી જૂનું અને નવા ની વચ્ચે માણસ સતત અટવાયો છે અટવાશે ઉંમર હાથમાંથી નીકળી એ પહેલા પ્રેમ ને માણી લો જીવી લો અનુભવી લો કઈ નવું કરી લો આનંદમાં રહો અને પોતાના બનાવતા રહો કેમકે એક વખત પરિવર્તન આવશે પછી આ બધું પાછું તો નહીં આવે પણ એની છાપ જરૂર રહી જશે જે તમારું નામ પરિવર્તનની સાથે સમજદાર વ્યક્તિ તરીકે લેવામાં આવશે કેમકે તમે સમય અને પરિવર્તનની સાથે ચાલ્યા છો આપણે જેમ અત્યારે ચાણક્ય ને યાદ કરીએ છીએ હા પણ ચાણક્ય નહીં આધુનિક જમાનાના સમજદાર વ્યક્તિઓ જરૂર બની જઈશું માણસ અત્યારે એટલું સ્વીકારવાની જરૂર છે કે તેના વગર પણ ચાલે છે તેની સાથે પણ ચાલશે…
#Time flies like sand