



(બીના અથર્વ-binapsychologist725@gmail.com)
વહેમ ની માનસિકતા માણસનું સુખમાં જીવવું એ એ સારું છે પણ મોટા ભાગના લોકો આજે વહેમના સુખમાં જીવે છે જેમ પક્ષીઓ પોતાના માળામાં ઈંડા સેવે છે તેમ માણસ પોતાના વહેમ સેવે છે આ વહેમ તૂટે તો માણસને સ્વજન ગુમાવ્યાના જેવું દુઃખ થાય છે અને વહેમ માં રહેતો માણસ આનંદ પૂર્વક જીવે છે જો વહેમ તોડવામાં આવે તો તે લડાયક થઈ જાય છે
આજના મોટાભાગના સંબંધો વહેમમાં ચાલે છે લોકો આજે સાથે ફરવા જાય છે પાર્ટી કરે છે અને મિત્રો સાથે રહે છે આમ જ તેને આનંદ આવે છે ત્યારે બધા હશે છે મજા કરે છે જો આ સમયે કોઇ અણધારી આફત આવે તો આ મિત્રતા ની માયા હટે છે અને સાચું બહાર આવે છે અત્યારના મોટા ભાગોમાં લોકોમાં જે ખોટો આનંદ તમને જોવા મળે છે એ તેમનો વહેમ છે જ્યારે માણસના મગજમાં આ બધું ચાલતું હોય છે ત્યારે પાછલા રસ્તે થી દુઃખ અંદર આવી જ ગયું હોય છે જેમ કે કોઈ ભ્રષ્ટાચારી માણસ મોજશોખ કરી શકે છે પણ અંદરથી સુખી નથી હોતો ખોટા પૈસા હરામના પૈસા ખાઈને કોઈ ખૂબ સુખી હોય એવું આજ સુધી જોવામાં આવ્યું નથી મોટા ભાગમાં એવું જોવા મળ્યું છે કે આવા વહેમ વાળા લોકો નિસ્તેજ કોઈ છે તેના ચહેરા પર એક ઝાંખપ દેખાય છે આવા લોકોને હકીકત ખબર હોય છે આથી તે પોતાની નજરમાં તો ઉતરી ગયેલા હોય છે તેમને પોતાની જાત માટે અંદરથી આદર નથી રહેતો આ બધું આપણી અંદર આજુબાજુ જોવા મળે છે આપણી પાસે પણ આવા ઘણા બધા વહેમી વાતો છે જેને આપણે જાણતા-અજાણતા માનીએ છીએ ઉદાહરણ તરીકે વિધવા સ્ત્રી ખૂબ દુઃખી હોય છે દિકરી સાસરીયામાં જ સારી લાગે છે માલદાર માણસ એટલે ખૂબ સુખી માણસ આ બધા જ વહેમી માન્યતા છે આપણી
માની લો કોઈ છોકરી સાસરેથી પાછી આવે છે અને મા-બાપ તેને સાથ આપશે પરંતુ જો મા-બાપ તેને સમજાવીને પાછી મોકલી આપે તો તે માબાપનું વહેમ હશે કે તે સમજી ગઈ હશે આ મા- બાપ ક્રૂર ગણાય છે માની લો આ છોકરીને તમે સાથ આપી સહકાર આપી સ્વીકારી લો તો તે સાચા અર્થમાં સંબંધને સમજશે બાકી છોકરી પણ વહેમમાં જીવશે કે મા-બાપ ખરાબ હોય છે અને મા-બાપ પણ વહેમમાં જીવે છે કે તેમની છોકરી સમજી ગઈ છે આ વહેમ ની ઘટમાળ બંધ થતી નથી તે દિવસે દિવસે મજબૂત થતી જાય છે ખૂબ સારા હોવાનો ખૂબ સારા દેખાવાનો લોકો આવા જાતજાતના વહેમ પાડે છે જે લોકોના વહેમ તૂટ્યા છે અત્યાર સુધી તે બધા જ સત્ય ને અપનાવી ખૂબ આગળ વધ્યા છે ગૌતમ બુદ્ધ સાચું જોયા પછી તેને સમજી અપનાવી મહાન બની ગયા
અત્યારનો માણસ ખૂબ જ મજબૂત છે અને તેનો વહેમ પણ તેનાથી વધુ મજબૂત છે એટલે તો જલ્દી તૂટતાં નથી અને વહેમ માં ખુશ રહીને જીવન કાઢી નાખે છે
#Most people today live in the bliss of superstition