#The sun teaches you to live: it stays the same in the heat of the day
Aastha Magazine
આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

સૂર્ય તમને જીવવાનું શીખવે છે : આથમતી વખતે તેની ગરીમાં એટલી જ જળવાય છે

(બીના અથર્વ-binapsychologist725@gmail.com)

binapsychologist725@gmail.com
binapsychologist725@gmail.com

સૂર્ય જેટલા દમામ થી ઉગે છે એટલા જ ભાવથી આથમેં છે આથમતી વખતે તેની ગરીમાં એટલી જ જળવાય છે એટલે કે તે ગરીમાપૂર્વક પોતાનું કાર્ય કરે છે આપણા જીવનમાં પણ આવું જ છે જેટલું સૂર્ય તમને જીવવાનું શીખવે છે એટલે કે આપણો ઉદય અને અસ્ત મસ્ત હોવા જોઈએ જો આપણું જીવન ઉત્સવ છે તો આપણું મૃત્યુ મહોત્સવ બનવું જોઈએ માણસ પોતાની અડધી જિંદગી કાઢે પછી ઉંમરનો એક એવો પડાવ આવે છે જ્યાં તેને થોડાક ડરાવના શબ્દોનું ભંડોળ ચાલુ થઈ જાય છે અને આ શબ્દો બ્લડ પ્રેશર છાતીમાં દુખાવો blood sugar કોલેસ્ટ્રોલ ઘુટણ નો દુખાવો બાયપાસ વા ઘડપણ અને મૃત્યુ આ શબ્દો તેના દિલ અને દિમાગમાં છવાઈ જાય છે માણસ જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં પોતાના ઘરનું એડવાન્સ બુકિંગ કરાવી રાખી છે એટલે કે રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલા પર પડી રહેલો હોય છે અને આ રોગો એના દોસ્ત બની જાય છે મોઢામાં કફ તેમનો પીછો છોડતો નથી થુંકદાની તેની સાથીદાર બની જાય છે કેટલું ડરામણું છે ને વૃદ્ધત્વ કોઈ એક મહાન માણસ કઈ ગયું છે ઘડપણ નું સર્જન સડવા માટે નથી થયું માણસ ઘરડા થવાનું નથી પરંતુ વૃદ્ધ થવાનું છે વૃદ્ધ તેને કહેવામાં આવે છે જે પોતાનામાં વૃદ્ધિ કરે છે એટલે કે વૃદ્ધિ કરે તે વૃદ્ધ
હવે એવું થાય છે કે આ વૃદ્ધને કાઢવા માટે શું કરવું મોટાભાગનું બેઠાડું જીવન કાઢી નાખો કસરત કરો થોડો પરસેવો પાડો સાહિત્ય સંગીત કળા નાટક કવિતા જેવા પ્રવૃત્તિમાં ભાગ લેતા લોકો વૃદ્ધત્વને અને તાણને હરાવી શકે છે ખાલી પૈસા કમાવાની વ્યક્તિને ઝડપથી કાટ લાગી જાય છે પુસ્તક વાંચવા વાળા લોકો કંટાળતા નથી મૈત્રીભાવ ધરાવનારા દાદા સારા લાગે છે બધું પોતાના માટે કરી છુટવાની દાદી વાલી લાગે છે પંચાત થી દૂર રહેનારા દાદા-દાદી પ્યારા લાગે છે ઘરનાં સંતાનો તેનાથી કંટાળતો નથી તેમની હાજરી ખટકતી નથી જે ઘરમાં વડીલો ખૂબ જ દખલગીરી કરે છે તેનાથી પરિવાર કંટાળે છે અને આ કંટાળો જ સાબિત કરે છે કે વડીલ હજુ જીવતા છે અને આ વૃદ્ધત્વ અભિશાપ છે વૃદ્ધ લોકો પોતાનું જીવન નું આખું ઓડિટ પ્રગટ કરતા હોય છે પોતાની ઉતરેલી વસ્તુ ઉપર સંસ્થા પર પડેલા હોય છે આવી વ્યક્તિઓ સાવ ઓછી કિંમતના થઈ જાય છે
પક્ષી વૃદ્ધ થાય એટલે ઉડવાનું મૂકતા નથી ફૂલો વૃદ્ધ થાય તો પણ સુગંધ આપે છે હરણ વૃદ્ધ થાય તો પણ દોડે છે ગમે તેટલું બધું થવાનું પણ પોતાની ગતિ જળવાઈ રહેવી જોઈએ પોતાની ગરિમા છેલ્લા સમય સુધી અંક બંધ રહેવી જોઈએ વૃદ્ધત્વ અને આનંદ એ આપણા હાથની વાત છે હસવું જોઈએ હસાવવું જોઈએ મદદ મા આવું જોઈએ અને ગરિમાપૂર્ણ ઘડપણ કહેવાય છે અને તે ખૂબ જ સારું હોય છે જેટલું આનંદ આપનારું હોય છે તેટલું જ માનસિક શાંતિ આપનારું હોય છે વૃદ્ધ થવું એ આપણા હાથની વાત છે વૃદ્ધિ અને માનસિક વૃદ્ધિ આપણામાં વધવી જોઈએ આજ ઘડપણની માનસિકતા છે
દિવસનો રોજ એક કલાક પોતાની જાતને માણવાની મજાથી ડેડોલ ઘડપણ ને સુધારી શકાય છે તમે કોઈ વૃક્ષ ની માવજત કરો અને જે આનંદ આપે છે તે તમારા જીવનને એટલું જ પોઝિટિવ આનંદ આપે છે એટલે કે તમારી અંદર નવા અંકુર ફૂટે છે પ્રેમના કેળવણીના અને સાચવણી ના આ એક કલાક પોતાની જાત સાથેનો પોતાનો ઉછેર છે તમારામાં એક નવી કૂંપળ ફૂટે છે જે તમને બચાવે છે બધામાંથી તેને વૃદ્ધત્વ માં પણ ખૂબ જ આગવી સગવડ
તમને જોઈને કોઈ યુવાન છોકરી સ્માઇલ આપે તો આ તમારા સ્વભાવની નિર્મળતા હશે તમને જોઈને કોઈ નાનો છોકરો નાચે તો સમજી લેજો તમારું ઘડપણ સારું છે તમારી પાસેથી નવું નવું વાંચવાનું વિચારવાનું અને જાણવાનું મળે લોકો તમને છોડવા તૈયાર નહીં થાય તો ખરા અર્થમાં તમે ગરિમા સાથે જીવો છો જેમ એક ઘરડા હાથીનું ગૌરવ છેલ્લે સુધી અંકબંધ રહે છે તેમ તમારું અસ્તિત્વ ગૌરવ તમારી પ્રતિભા છેલ્લી ક્ષણ સુધી અંકબંધ રહે તો આ વૃદ્ધત્વનો ઉત્તમ ઉદાહરણ છે વૃદ્ધત્વ પણ ખૂબ સુંદર છે જો તમે માણી શકો તો આવું વૃદ્ધત્વ આનંદ જ આનંદ આપે છે પોતાની જાતને માનસિક રીતે સૌભાગ્યશાળી બનાવવા માટે આ ઉત્તમ ઉપાય છે આજુબાજુ સુગંધી પુષ્પ ની જેમ પ્રતિભા નો ફેલાવો અને વૃદ્ધિ તમારો વિજય છે આથમતી જિંદગી પર.

#The sun teaches you to live: it stays the same in the heat of the day

Related posts

સમૃદ્ધ હૃદય વિનાનો સમૃદ્ધશાળી માણસ કદરૂપા ભિખારી જેવો

aasthamagazine

દુનિયાનો છેડો એટલે ઘર

aasthamagazine

મગજ નો ભાર મૂકો વર્તમાનમાં જીવો

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

શું ખોઇ બેઠા તે જીવન નથી પણ શું મેળવો છો તે જીવન

aasthamagazine

પ્રેમની શક્તિ અવિરત છે તેમાં દુઃખો સહન કરી લેવાની તાકાત છે : પ્રેમ કર્યો છે ?

aasthamagazine

Leave a Comment