



(બીના અથર્વ-binapsychologist725@gmail.com)
ખીલ્યું ન હોય એવું પુષ્પ નજરમાં નથી પડતું અને ખીલેલા પુષ્પોથી નજર નહી ખસે માણસોનું આવું છે એવા અસંખ્ય મનુષ્ય જોવા મળે છે જે ને ખીલવું અને ખૂલવું જાણતા નથી અથવા ખીલતા જ નથી આવા લોકો અસંખ્ય છે સામાન્ય કહેવાતો માણસ એ ભેદ જેવું છે આ માણસો સંતાયેલી હોય છે અસામાન્યતા તેને જોવા ની પરખવા ની એક અલગ જ મજા છે એટલે કે માણસ કોઈની સામે વાત નથી કરતો બોલતો નથી પોતાના વિચારો આવેગો દબાવીને જીવે છે અને સતત પોતાની અંદર મથ્યા કરે છે પરંતુ બહારના લોકોને એક પણ વખત વાત નથી કરતો ઘણા બધા લોકો પોતાના ઘરમાં અજાણ્યા હોય છે એટલે કે તેની સાથે વાત કરવા માટે કોઈ નથી ઘરમાં સદસ્યો જરૂર હોય છે પણ વાત થાય તેવું કંઈ નથી આવા મહેમાન જેવા લોકો પોતાના ઘરમાં ગૂંગળાતા હોય છે અટવાતા હોય છે ભાગતા હોય છે રડતા હોય છે ચિંતામાં હોય છે પણ મઝાલ છે કે કોઈને કંઈ પણ કહે કે કોઈ આવીને એને પૂછે આ બધા જ માણસો કરમાયેલા છે એટલે કે ઉગ્યા પહેલા જ કરમાયેલા
માણસને જીવવાનું તો પતંગિયા પાસેથી શીખવું જોઈએ દરેક પતંગિયું પોતાનામાં એક અદભુત જ હોય છે ના કલર એની સુંદરતા અને સૌથી વધારે એનું હલકાપણું એટલે કે તેની પર કોઇ ભાર નથી તે એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે છે તેનો રસ પીવે છે અને ઉડી જાય છે એટલે કે તે બધાને જ મળે છે બધા સાથે ખુશ છે બધાની સાથે જીવે છે અને પોતાની જાતને ખુશ રાખી ને ઉડતું રહે છે માણસ પણ આવું કરે તો કેટલું સારું ને પોતાનામાં ગુમસુમ બેસેલા લોકો ને હસતા રમતા બોલતા નાચતા જોવાનું કોને ન ગમે પતંગિયું આજ ની ક્ષણમાં જીવે છે આપણે પણ વાસ્તવિક ક્ષણમાં જીવવું જોઈએ પતંગિયાની જેમ હળવા થઇને આનંદમાં મહાલવાનું આપણા હાથમાં છે મગજના ભાર મૂકી દેવા જોઈએ ખોટી ચિંતા ધમપછાડા ગમગીન તા ઉદાસ તા આ બધું મૂકી આ જ ક્ષણમાં રહેવું ખૂબ સારું છે
વર્તમાન સાનો આદર એટલે તમે જે બાગ માં બેઠા છો જેટલા કલાક ક્યાં ગાળો છો એવું માનું તમે બાગ ના માલિક છો આ ક્ષણ ના પ્રવાહમાં તરવાને બદલે પણ તણાવા ની મજાક અલગ છે જેમ પતંગિયાને કોઈપણ બાગ પારકો નથી લાગતો બસ એવું જ
માણસ ભારે ભરકમ હોઈ શકે હોય છે અને રહેશે પણ પતંગિયું હળવું જ હોય છે પુષ્પ પતંગિયા ને કોઈ દિવસ નિરાશ નથી કરતા તેમ વર્તમાન ક્ષણનો આનંદ તમને કોઈ દિવસ નિરાશ નહીં કરે મગજ નો ભાર મૂકો વર્તમાનમાં જીવો બસ આટલું તો કરવાનું છે પોતાના માટે
#Emphasize the brain Live in the present