



(બીના અથર્વ-binapsychologist725@gmail.com)
પ્રકૃતિ નું બંધારણ જ પ્રેમ છે તેની બુનિયાદ તેનો પાયો પ્રેમ થી બનેલો છે અંદર એકલો પ્રેમ જ ધરબાય છે તેના પાયાથી તેના શિખર સુધી સંચાલનમાં ખાલી પ્રેમ છે અદભુત પ્રેમ અદભુત પ્રેમ ને બસ આ તારથી બનેલું છે પૃથ્વીના સૃષ્ટિના બિંદુએ બિંદુમાં અણું માં તારમાં આ તત્વ તત્વો સાથે જોડાયેલું છે સૂર્ય તપે છે પુષ્પો ખીલે છે મેઘ વરસે છે કોઈને કોઈ લાભ નથી પણ અવિરત પ્રેમ છે જે ચાલ્યા જ કરે છે કોઈના માટે વિચાર્યા વગર અવિરત લાગી રહેવું ફાયદો જોયા વગર તેના માં રહેવું આ પ્રેમ જ છે
પ્રેમ શબ્દોમાં સમજાવવો ઘણું અઘરું છે પ્રેમનો અર્થ જ જીવન ની વહેચણી છે પ્રેમનો અર્થ જીવન વ્યવહાર છે પ્રેમ એટલે ખુશીની લાગણી વિખેરી વહેંચવી ઉડાવવી લોકોના જીવનમાં ફૂલ ખીલવા આપણ પ્રેમ જ છે કોઈની રાહ માં દીવા પેટાવવા અને કોઈ ના જીવન મા દીવા સળગાવવા આપણ પ્રેમ જ છે પ્રેમમાં બે વ્યક્તિઓ સ્વતંત્ર હોય છે અને આ સ્વતંત્રતા ની આપ લે પ્રેમ છે અહીંયા કોઈ કોઈનું માલિક નથી અને કોઈ કોઈનું દાસી નથી પ્રેમ વાળુ જીવન મુક્ત જીવન હોય છે તમે મુકતો હોય તો તમે પ્રેમ વાળા જીવનમાં છો કોઈપણ રીતનો પ્રેમ જીવનમાં શુભ હોય છે કારણ કે પ્રેમ જીવનને ઉજળું કરી નાખે છે માણસ ને પ્રેમ કરવાથી ઘણા લોકો ડરે છે તો સંગીત થી પ્રેમ કરો કુદરતથી પ્રેમ કરો પ્રકૃતિથી પણ પ્રેમ કરો ચાંદ તારાથી પણ પ્રેમ થઇ શકે છે કોઇ નવા સર્જન ના અરીસામાં પણ પ્રેમને ઢાળી શકાય છે નવું સર્જન પ્રેમની નિશાની છે મૂર્તિ ઘડ નું કામ પણ પ્રેમ છે નવા ગીતની રચના એ પ્રેમની નિશાની છે સંગીત પર નાચવું એ પણ પ્રેમ છે જીવનની ગમે તે દિશા હો પણ પ્રેમને પ્રવાહિત કરતા રહો જેથી તમને પ્રેમનો અનુભવ થાય પ્રેમ શીખવી શકાતું નથી કે કદાચ શીખવી શકાય છે પરંતુ પ્રેમ આપી જરૂર શકાય છે જો જીવનમાં પ્રેમ નો બગીચો ખીલે તો તેમાં સુંદર ફૂલ જરૂરથી મેળવી શકાય છે પ્રેમમાં બધું સમાંય છે બધા જ સુખો અને રસ્તામાં મળતા બધા દુખો બધું જ તેની અંદર આવી જાય છે અને છતાં પણ સપનાં જોતો રહે છે પ્રેમ પ્રમાણિકતા છે મૈત્રી છે સંગાથ છે આનાથી આગળ કદાચ કશું જ નથી પ્રેમ એ જિંદગીની સૌથી મોટી પૂરતી છે પ્રેમ પોતાનામાં પૂર્ણતા છે એક સમજણ પર ટકે છે પ્રેમ યાદ છે પ્રેરણા છે પ્રેમ એટલે કોઈ અન્ય પાસે પૂર્ણપણે પોતાનું હૈયું ખોલવાની સ્વતંત્રતા પોતાના સાથીની સામે અભિવ્યક્ત કરવાની આઝાદી પ્રેમ જેવું બીજું કશું જ નથી તે એક જ માત્ર છે તેની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરવા પડે છે અને લોકો કરતા રહે છે
માનો કે ના માનો પણ અનેક ઉપાયો પ્રયત્ન કર્યા છતાં પણ એક વસ્તુ કોઈપણ હિસાબે છુપી રહી શકતી નથી એ છે પ્રેમ કારણ કે પ્રેમ અને ક્રિયાઓ દ્વારા પ્રગટ થાય છે તેનું પ્રગટ થવું જન્મસિદ્ધ સ્વભાવ છે વાણીમાં આંખોમાં વર્તનમાં બધી જ પ્રેમ પ્રગટ થાય છે કહેવાયું છે ને એકાદ હોય તો છુપાવી શકાય પણ આ પ્રેમ છે આના હજારો પુરાવા નીકળે છે
#The power of love is unceasing, it has the power to endure pain: love?