#Man lives in a hurry and gets upset if anything happens
Aastha Magazine
#Man lives in a hurry and gets upset if anything happens
ઓફ બીટ

માણસ ઉતાવળમાં જીવે છે અને કંઈ પણ થાય એટલે અપસેટ થાય છે :

(બીના અથર્વ-binapsychologist725@gmail.com)

binapsychologist725@gmail.com
binapsychologist725@gmail.com

આજકાલનો માણસ ખૂબ ખૂબ ઉતાવળમાં જીવે છે અને કંઈ પણ થાય એટલે માણસ તરત અપસેટ થાય છે આ ઉદાસીનતા આ ગમગીન માણસના જીવનમાં સતત વધી રહેલી છે એનું કારણ આપણે જ છીએ આપણે જિંદગી જોવાની અને જીવવાની નજર આપણી ઉદાસીનતા પર અસર કરે છે આ બધું આપણું કરેલું છે આપણા જીવનમાં જે પણ કંઈ થાય છે તે આપણે જાતે કરીએ છીએ આપણું આમંત્રિત કરેલું છે બાકી એમ કંઈ થતું નથી
પોતાની રીતે દુઃખ ઉભુ કરીને ગમગીન કે ઉદાસ રહેવા વાળા માણસો ની સંખ્યા ખૂબ મોટી છે કુદરતી જીવવા માટે ખૂબ સારી ઋતુ આપી છે સ્વભાવથી દુખી માણસ આ ઋતુમાં પણ દુઃખ શોધે છે વસંતમાં ફૂલ અને પ્રેમની જગ્યાએ પ્રેમ નું દુઃખ શોધે છે શરદ ઋતુની અજવાળી પૂર્ણિમા ની રાત માં આકાશમાંથી વરસતા અમૃતમાં લોકો અંધારું ઘર શોધે છે આ વરસતું અમૃત તેને ખુશ નથી કરી શકતુ અરે ઘણા માણસો એવા હોય છે કે રોજ સવારે સૂર્યોદય માં નવી આશા નહીં પણ સૂર્ય ઉગવાની ઉદાસીનતા વર્ણવે છે તેમના માટે આ સૂરજ નું ઊગવું પણ દુઃખ છે પરંતુ તમે પ્રાચીનકાળમાં તપસ્વીઓને જોશો તો આજ સૂર્યોદય માં તેણે અનેક મંત્રો આપ્યા છે જે આપણા માટે અણમોલ છે સૂર્યનું આથમવું પણ ઘણા લોકોને દુઃખી કરી જાય છે કેમકે તેમને ઘણું યાદ આવે છે પ્રિયજન યાદ આવે છે આથી તે દુઃખી થાય ઘણા લોકો રંગબેરંગી ઉડતા પતંગિયા ને જોઈને પણ ઉદાસ થાય છે કેમ કે તે એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે છે આમાં પણ તે પોતાની નજરથી દગાખોરી માપે છે તે પતંગિયાની સુંદરતા અને તેનું નિખાલસતા જોઈ શકતા નથી છે આથી માણસને કઈ બાબતે ગમ કે ઉદાસ થવું તેનો આધાર મનુષ્યના પોતાના પર રહેલો છે તેની માનસિકતા પર રહેલો છે આવા ઉદાસ રહેવા વાળા લોકો માટે અને ગમગીન રહેવા વાળા લોકો માટે ખરેખર કોઈ નવા માર્ગની જરૂર છે ખૂબ જ અલગ પદ્ધતિ નો યા તો કોઈ ક્રાંતિકારી જેવો તમે ખૂબ ધ્યાનથી જોશો જ્યારે ખેડૂત ખેતી કરે છે ત્યારે ધરતીને ખોદે છે ચાચીયા મારે છે અને આખી ઉપર-નીચે કરે છે પરંતુ સામે ધરતી ફૂલ આપે છે કે અન્નજળ આપે છે ધરતી તો ઉદાસ નહીં થાય એ તો આપવામાં જ સમજે છે ને માણસની મનોદશા આવી રાખવી જરૂરી છે જે માણસ પોતાના જીવનમાં ઉદાસ કે ગમગીન ન થયો હોય તે પોતાની ઉદાસીનતાથી પરિચિત ન થયો હોય તો તે ખરેખર પોતાની જાતને ઓળખતો જ નથી તમે ક્યારેય સાચી ગમગીની જોઈએ છે ખૂબ જ સાદા માતા-પિતાના બાળકો જ્યારે ગુનામાં પકડાઇ છે ત્યારે તેમનો ચહેરો એ સાચી ગમગીની છે ખૂબ જ સીધા માણસ એક નાટકબાજ પત્નીને વેઠતો હોય ત્યારે તેનો ચહેરો એ સાચી ઉદાસીનતાનું પ્રતિબંધ છે એક પત્ની જે પોતાની તમામ આશા મારીને પતિના દબાણમાં જીવતી હોય તેનું જીવન નું સ્મિત એ ઉદાસીનતાની નિશાની છે આ ગમગીની કે ઉદાસીન સાથે જીવનારા અને પોતાની જાતને મજબૂત બનાવી હસાવનારા ચહેરાઓની સંખ્યા ખૂબ વધારે છે માણસ જુદો હોઇ શકે છે પરંતુ તેની ગમગીની કે ઉદાસીનતા તો સાચી જ હોય છે અને જે ગમગીન હોય છે તેની પાસે શબ્દ નથી તેઓ પોતાની આ ઉદાસીનતાની આંગળીના ટેરવામાં આંખના ભીના થયેલા ખૂણા માં અને મોજમાં સાચવી રાખે છે એટલે કે ઉદાસીનતા એક નાના ખૂણામાં રહે છે પણ તેનો હક તમામ ગતિવિધિ પર રહે છે એટલે કે ગમગીની અને અંધારું સરખા છે
આજકાલ માણસ ખૂબ જ દબાણ માં જીવે છે આથી ઉદાસ છે પણ આ દબાણ કર્યું છે તેને કયો વજન લાગે છે તેને શું જવાબદારી છે તે પોતાને પણ ખબર હોતી નથી પરંતુ આ ઉદાસીનતા તેને સતત સતાવતી રહે છે આથી તે ખૂબ જ ગુસ્સાવાળો લાગે છે સ્વચ્છંદી લાગે છે આ ઉદાસી માંથી નીકળવાનો કોઈ ઉપાય છે ખરું હા છે ને!
ઉદાસીનતા માણસના વિચાર પરથી છે જો તમે એવું ઇચ્છો કે તમારે કાયમ ખુશ રહેવું છે તો તમે કંઈક એવું કામ શોધી લો જે તમારા દિલની ખૂબ જ કરવું ગમતું તો તમે કાયમ ખુશ રહી શકશો બાકી લોકો પોતાને ખુશ કરવા માટે એક કલાક સૂઈ જતા હોય છે આ કલાકની ખુશી છે ઘણા લોકો પોતાને ખુશ કરવા માટે એક દિવસ રખડવા નીકળી જાય છે આ એક દિવસ માટે ની ખુશી છે ઘણા લોકો ભારે વેકેશન પર જાય છે આ તેમની અઠવાડિયા માટે ની ખુશી છે ઘણા લોકો ખૂબ પૈસા એકઠા કરે છે આ તેમની થોડા મહિનાઓ માટે ની ખુશી છે ઘણા લોકો ખુશ રહેવા માટે સંબંધ રાખે છે તેમની વર્ષ માટેની કદાચ ખુશી છે પરંતુ અંતે આ બધામાં ઉદાસીનતા તો આવવાની જ છે એટલે પોતાને ગમતું કામ આજીવન કરો અહીંયા ઉદાસીનતા નહીં આવે
આ ગમગીની આપણી સાચી સારી વ્યક્તિ જેવી જે કહ્યા વગર જ મળવા આવી જાય છે પરંતુ આની સારી વાત એ છે જ્યારે માણસ ખૂબ ઉદાસ ગમગીન હોય છે ત્યારે જ તે પોતાના માટે વિચારે છે પોતાના જીવન માટે વિચારે છે વિચારો તેના જીવનના આ રહસ્યો ખુલે છે અને આખું ના રહસ્યો અત્યંત મૂલ્યવાન છે ત્યારે તમને તમારું મહત્વ સમજાય છે તમારી કિંમત થાય છે અને તમે શું છો તે તમે જાણી શકો છો છેને કીમતી ઉદાસીનતા અને કઈ રીતના સાચા માર્ગે લેવી એ આપણી માનસિકતા છે
ખૂબ જ ઉદાસ રહેવા લોકો જુવાનીમાં ઘડપણને આમંત્રિત કરે છે એટલે તેઓ વહેલા ઘરડા થાય છે વિચારોથી પણ અને શરીરથી તેમની આજુબાજુ નિરાશાનું એક વિશ્વ દેખાય છે અને વિશ્વ થી ડરી ને બીજા લોકો તેની પાસે જતા નથી કેમ કે તેમની પાસે પોતાની ઘણી ગમગીની છે બીજી શું કામે લેવા જવાના છે મારું માનો તો ઉદાસીનતાને પ્રસંગમાં ફેરવી નાખો એટલે કે તેમાંથી કંઈક નવું હાસિલ કરી શકો છો પોતાના અંગત રહસ્યને જાણવા માટે આ સીડી છે અને આ સીડીનો ઉપયોગ કરી તમે સર્વોત્તમ સ્થાન પર પહોંચી શકો છો તો ઉદાસીનતાને આવવા તો દો પણ રાજ ન કરવા દો તેમાંથી તમે તમારા રહસ્યોને ઉજાગર કરી તમારી જાતને હીરાની જેમ ચમકાવી શકો છો

#Man lives in a hurry and gets upset if anything happens

Related posts

ડિપ્રેશન-હતાશા ને નજીકથી જાણવું જોઇએ

aasthamagazine

આંકડાની માયાજાળ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

મૌન નું મહત્ત્વ..!

aasthamagazine

Leave a Comment