#Gujarat: 102 reservoirs are 70% full and 51 dams are 100% full
Aastha Magazine
#Gujarat: 102 reservoirs are 70% full and 51 dams are 100% full
ગુજરાત

ગુજરાત : 102 જળાશયો 70% અને 51 ડેમ 100% ભરાયાં

#Gujarat: 102 reservoirs are 70% full and 51 dams are 100% full
#Gujarat: 102 reservoirs are 70% full and 51 dams are 100% full

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76% વરસાદ થયો છે. ગત વર્ષે 20 સપ્ટેમ્બર સુધી 130% વરસાદ થઇ ગયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ 54% ઓછો વરસાદ છે. હાલ સરદાર સરોવરમાં 54 ટકા સંગ્રહ છે. સારા વરસાદને કારણે 15 દિવસમાં જળાશયોના જળસંગ્રહમાં 15 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે મધ્ય ગુજરાતને બાદ કરતાં તમામ ઝોનમાં 100%થી વધારે વરસાદ થઇ ગયો હતો. રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે. 6 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે. 100 તાલુકાઓમાં 10થી 20 ઇંચ વચ્ચે વરસાદ છે.

112 તાલુકાઓમાં 20થી 40 ઈંચ વરસાદ જ્યારે 33 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ છે. જળાશયોમાં હાલમાં 67 ટકા જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણી સંગ્રહ ઓછો છે. રાજ્યના કુલ જળસંગ્રહ 25244 એમ.સી.એમ.માંથી 22398 એમ.સી.એમ.

સંગ્રહ એટલે કે 88 ટકા સંગ્રહ 18 મુખ્ય જળાશયોમાં થાય છે. આ 18 મુખ્ય જળાશયોમાંથી માત્ર 11 જળાશયોમાં જ 50 ટકાથી વધારે પાણી છે. આ વર્ષે જૂન મહિનામાં 5 ઇંચ, જુલાઇમાં 7 ઇંચ જ્યારે ઑગસ્ટમાં માત્ર 2.5 ઇંચ સરેરાશ વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં 20 દિવસમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 102 જળાશયો 70%થી વધારે ભરેલા છે, 51 સંપૂર્ણ ભરેલા જ્યારે 36 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: 102 reservoirs are 70% full and 51 dams are 100% full

Related posts

Speed News – 05/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ખેડૂતોને સિંચાઈ માટે વધુ 2 કલાક વીજળી મળશે

aasthamagazine

મોરારી બાપૂએ રૂપિયા 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યુ

aasthamagazine

પોલીસ વિભાગમાં થશે ફેરફાર : બઢતી-બદલી

aasthamagazine

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

aasthamagazine

Speed News – 28/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment