



વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણનો સહારો લેવો પડ્યો હતો. ત્યારે મોબાઇલ ટેબલેટની માંગ વધતાં માર્કેટમાં ટેબલેટની અછત સર્જાઇ હતી. ત્યારે કોલેજ ના વિદ્યાર્થી સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરત સરકારની યોજના અંતગર્ત કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટનું વિત કરવામાં આવશે. અગાઉ 72 હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હતા. પરંતુ કોરોના કારણે વર્ષ 2019-20 માં કેટલાક વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા હતા જેથી આ વિદ્યાર્થીઓને સરકાર ટેબલેટ આપશે. સરકારે 3 લાખ ટેબલેટનો ઓર્ડર આપી દીધો છે. જેથી દિવાળી પહેલાં વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવશે.
સરકારે વર્ષ 2019-20 માં જાન્યુઆરી મહિનામાં દોઢ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ કોરોનાના લીધે 72 હજાર વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા હતા. જ્યારે વર્ષ 202-21 માં કોલેજમાં એડમિશન લેનાર 2.25 લાખ વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓને ટેબલેટ મળે તેવી સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી પહેલાં કોલેજના વિદ્યાર્થીઓને વિતરણ અક્રવમાઅં આવશે. સૌથી પહેલાં 2019-20 માં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવશે. જેમાં સૌથી વધુ લાભાર્થી જીટીયુ ટેક્નિકલના વિદ્યાર્થીઓ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat government will provide tablets to students