



વિશ્વામિત્રી નદીમાંથી મગરો સોસાયટી વિસ્તારોમાં આવવાની શરૂ થઇ ગઇ છે. વહેલી સવારે વન વિભાગે રાજમહેલમાંથી 8 ફૂટનો અને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ કલાલી પાસેની એક કન્સ્ટ્રક્શન સાઇટના પાણી ભરેલા ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો.
વન વિભાગે રાજમહેલમાં ધસી આવેલા 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો
વડોદરા વન વિભાગ દ્વારા મોડી રાત્રે 3 કલાકે રાજમહેલમાં ધસી આવેલા આશરે 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. વન વિભાગના રેસ્ક્યુ ટીમ રાજમહેલમાં એક મગર ધસી આવ્યો છે. મેસેજ મળતા જ તેઓ પોતાની ટીમ અને પીંજરું લઇ રાજમહેલમાં પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આ મગર રાજમહેલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી આવી ગયો હોવાનું મનાય છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા મગરને વન ખાતાની કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો. મગરને સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.
બાંધકામ સાઇટના ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો
આ ઉપરાંત ગુજરાત એસ.પી.સી.એ. અને વાઇલ્ડ લાઇફ એસ.ઓ.એસ.ના સંચાલક રાજ ભાવસાર અને તેમની ટીમ દ્વારા કલાલી પાસે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના પાણી ભરેલા ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. રાજ ભાવસારને મેસેજ મળ્યો હતો કે, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી ભરેલા ખાડામાં મગર છે. મેસેજ મળતા જ તેમની ટીમ પહોંચી ગઇ હતી. અને મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દીધો હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Vadodara: An 8-foot crocodile entered the palace