



મોદી તા.24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની સાથે કવાડ રાષ્ટ્રોની બેઠકમાં ભાગ લેશે તથા દ્વીપક્ષી મંત્રણા પણ કરશે. શ્રી મોદી આ અગાઉ તા.23ના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હારીસને મળશે તથા તા.25ના રોજ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની 76મી સામાન્ય સભામાં હાજરી આપશે તથા સંબોધન કરશે.
એપ્પલે ગઈકાલે જ તેની બેંગ્લોરમાં તેની ઓફીસના લીઝ પાંચ વર્ષ વધાર્યા છે તે સૂચક છે અને ભારતની યોજના એપ્પલ તેનો ભારતમાં સૌથી મોટો ઉત્પાદન પ્લાંટ નાખે તેવી છે. મોદી તા.23ના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હારીસ અને આ દેશના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન આ સમયે કવાડ બેઠકમાં હાજરી આપવા આવેલા જાપાનના વડાપ્રધાન યોથીહિંદે લુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસન સાથે દ્વીપક્ષી મંત્રણા પણ કરશે.
તા.24ના અમેરિકી પ્રમુખ જો બાઈડન સાથેની તેમની મુલાકાત દ્વીપક્ષી ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં મહત્વની છે. તેઓ પહેલા ઈન-પર્સન રૂબરૂ કવાડ બેઠકમાં હાજરી આપશે તે દરમ્યાન તેઓ ડીનર પણ વ્હાઈટ હાઉસમાં લેશે. રસપ્રદ રીતે બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન પણ આ સમયે વોશિંગ્ટનમાં છે અને મોદી-જોન્સન વચ્ચે પણ મુલાકાત થઈ શકે છે. તા.24ના સાંજે મોદી ન્યુયોર્ક જવા રવાના થશે. સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં હાજરી આપશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Prime Minister Narendra Modi on a five-day visit to the United States