



શ્રાદ્ધ પક્ષનો મહિનો પિતૃ પક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહિનો પિતૃઓ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવાનો હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસોમાં આપણા પૂર્વજો કોઈને કોઈ રૂપે ધરતી પર પાછા આવે છે. આ દરમિયાન લોકો પોતાના પૂર્વજો માટે પૂજા-પાઠ કરે છે અને તેમને પોતાની ભૂલોની ક્ષમા માંગે છે. શ્રાદ્ધના દિવસોમાં દાન-પુણ્ય કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી પૂર્વજો ખુશ થાય છે અને તમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ વખતે પિતૃ પક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થયુ છે જે 6 ઓક્ટોબર સુધી રહેશે.પિતૃપક્ષના મહિનામાં તર્પણનુ ખાસ મહત્વ છે. માનવામાં આવે છે કે તર્પણ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્ત થાય છે. માન્યતા એ પણ છે કે પિતૃ પક્ષ દરમિયાન તર્પણ કરવાતી મૃત પરિવારજનોની આત્માને શાંતિ મળે છે. શાબ્દિક રીતે માનીએ તો પિતૃઓને જળ આપવાની વિધિને તર્પણ કહેવામાં આવે છે.પિત્તળના અથવા સ્ટીલના બે પાત્ર લો. એકમાં પાણી ભરો અને તેમાં કાળા તલ અને દૂધ મિલાવી દો. ત્યારબાદ બંને હથેળીઓની અંજલી બનાવો અને કુશા લઈને પોતાના પૂર્વજનુ નામ લો અને તેમનુ ધ્યાન ધરીને અંજુલીથી પાત્રના પાણીને ખાલી પાત્રમાં નાખો. આવુ ઓછામાં ઓછુ ત્રણ વાર કરો.દાઢી અને વાળ ન કપાવા જોઈએનખ ન કાપવા જોઈએ ઝઘડો ન કરવો જોઈએ નિંદા ન કરવી જોઈએ
સવારે દેવતાઓની પૂજા કરવી જોઈએ પિતૃઓની પૂજા બપોરે કરવી જોઈએ પોતાના દૈનિક ભોજનમાં પોતાના પૂર્વજોની પસંદની એક વસ્તુ જરુર બનાવવી જોઈએ અને તેને કાગડાને ખવડાવવી જોઈએ પૂર્વજો માટે જે ભોજન બને તેના માટે લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#What to do and what not to do in Shraddha?