



સરકારમાં કુલ 25 મંત્રીઓ પૈકી 7 મંત્રીઓ એવા છે જેમની સામે પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, જીતુ ચૈાધરી સામે ગંભીર કહી શકાય તેવી કલમો સાથે ગુના નોધાયા છે. નવા પ્રધાનમંડળમાં
કુલ 28 ટકા મંત્રીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સામે મહારાષ્ટ્રમાં ચેક બાઉન્સ થવાના કેસો નોંધાયેલા છે. વાહન વ્યવહાર- નાગરિક ઉડ્ડયન મંત્રી અરવિંદ રૈયાણી સામે મારામારી, શાંતિભંગ અને ગુનો કરવા ઉશ્કેરવી એ મુદ્દે પોલીસે ચોપડે ગુનો નોંધાયેલો છે. મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ય આ મામલે બાકાત રહ્યા નથી.
ગુના નોંધાયેલ છે તે પ્રધાનોના નામ
(1) જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ- એક કેસ નોંધાયેલો છે
(2) વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી- એક કેસ નોંઘાયેલો છે
(3) ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી- ચાર કેસ નોંધાયેલા છે
(4) સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી- 3 કેસ અને 1 ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો છે
(5) રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી- એક કેસ નોંધાયેલો છે
(6) વલસાડના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી- એક કેસ અને 1 ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો છે
(7) અમદાવાદના અસારવાના ધારાસભ્ય પરમાર પ્રદિપભાઈ- એક કેસ અને બે ગંભીર ગુનાના કેસ નોંધાયા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Crimes have been registered in the police books of 7 ministers in the new BJP government