#Ras-Garba will not be held in party plots or clubs
Aastha Magazine
#Ras-Garba will not be held in party plots or clubs
કલા અને સંસ્કૃતિ

પાર્ટી પ્લોટ કે ક્લબમાં રાસ-ગરબા યોજાશે નહીં

#Ras-Garba will not be held in party plots or clubs
#Ras-Garba will not be held in party plots or clubs

કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ પાર્ટી પ્લોટ અને ક્લબમાં રાસ – ગરબા નહીં યોજાય. જોકે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રાસ ગરબા માટે મંજૂરી આપી છે, પરંતુ તે માત્ર 400 માણસો પૂરતી જ છે. જેથી પાર્ટી પ્લોટ – ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ચાલુ વર્ષે અમદાવાદમાં ફરી વખત શેરી ગરબાની રમઝટ જામશે. સોસાયટીઓમાં રાસ ગરબા યોજવા માટેની મિટિંગોનો દોર પણ શરૂ થઇ ગયો છે.જુદા જુદા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ મળીને દર વર્ષે 67 જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે રાજય સરકારે નવરાત્રીમાં માત્ર આરતી માટેની જ મંજૂરી આપી હતી. જ્યારે ચાલુ વર્ષે ગરબા માટેની મંજૂરી આપી છે, પરંતુ તે 400 માણસો પૂરતી મર્યાદિત જ છે. તે સાથે હાલમાં પણ અમદાવાદમાં રાતે 11 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલ પણ ચાલુ જ છે. જેના કારણે પાર્ટી પ્લોટ – ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે.જે પણ સોસાયટીના સભ્યોએ તેમની સોસાયટીમાં રાસ – ગરબા યોજવા હશે. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ગરબા અને લાઉડ સ્પીકર માટેની મંજૂરી લેવી પડશે. જો કે તે માટે પોલીસ સ્ટેશનમાં જઈને એક અરજી આપીને માત્ર ફોર્મ ભરવું પડશે. સિંધુ ભવન રોડ ઉપર આવેલા ક્રિસન્ટ પાર્ટી પ્લોટ, વૃન્દાવન ફાર્મ અને વૈષ્ણોદેવી ખાતેના કેસર ફાર્મના માલિક ભરત પટેલ એ જણાવ્યું હતુ કે તેમના ત્રણેય પાર્ટી પ્લોટમાં વર્ષોથી આયોજકો નવરાત્રીના નવ દિવસ રાસ ગરબા યોજતા હતા. જો કે ચાલુ વર્ષે સરકારે કોમર્શિયલ રાસ – ગરબા માટે મંજૂરી આપી નહીં હોવાથી તેમના એક પણ પાર્ટી પ્લોટમાં ગરબા નહીં યોજાય. કોરોના પહેલાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબા માટે પાસ સિસ્ટમ પણ હતી. ગરબારસિકો સતત 9 દિવસના પાસ લઈ લેતા હતા. આ ઉપરાંત આયોજકોને જાહેરખબર સ્વરૂપે આવક થતી હતી.હાલમાં અમદાવાદમાં રાતે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Ras-Garba will not be held in party plots or clubs

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

ભારતીય આર્ટ એન્ડ કલ્ચર

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

નવરાત્રિમાં કોરોનાની ગાઇડલાઇન સાથે ગરબાને આપી શકે છે મંજૂરી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

કોરોના : તરણેતરના મેળા પર પ્રતિબંધ

aasthamagazine

Leave a Comment