#Earthquake shakes Gir-Somnath and Amreli districts
Aastha Magazine
#Earthquake shakes Gir-Somnath and Amreli districts
ગુજરાત

ગીર-સોમનાથ અને અમરેલી જીલ્લામાં ભૂકંપના આંચકા

ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓનો અનુભવ થયો હતો. ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર,પચપચીયા,ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2:30 આસપાસ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ઉના નજીક કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાઓમો અનુભવ થતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જીલ્‍લાના ઉના-ગીરગઢડા તાલુકાના 15 ગામો કે જે ગીર જંગલ બોર્ડર વિસ્‍તારમાં આવેલા છે. તે ગામોની ઘરતી બપોરે 2 વાગ્‍યાના 32 મિનિટે અનેક સેકન્‍ડ સુઘી એકાએક ઘરા ઘ્રુજી. જેના પગલે ગ્રામીણોમાં ગભરાટ ફેલાયો અને બધા ઘરની બહાર દોડી આવ્યા. લોકોને કંઇ સમજાતુ ન હતુ કે એકાએક શું થયુ. અણઘાર્યા આવેલા ભૂકંપના આંચકાને લઇ લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઇ હતી. જયારે ભૂકંપની તીવ્રતા 3.4 ની હોવાનું અને તેનું કેન્‍દ્ર બિંદુ ઉના શહેરથી નોર્થ વેસ્‍ટ દિશામાં 30 કીમી દુર બિલિયાત નેસ વિસ્‍તારમાં નોંઘાયુ હોવાનું જાણવા મળેલ છે.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગીર જંગલમાં હોવાનું અનુમાન છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Earthquake shakes Gir-Somnath and Amreli districts
#Earthquake shakes Gir-Somnath and Amreli districts

Related posts

મોસમની સૌથી વધુ ઠંડીનો અનુભવ : વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા

aasthamagazine

ડ્રગ્સના દૂષણને દૂર રાખવા સરકાર સતત પ્રયાસ : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

aasthamagazine

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી

aasthamagazine

ગીરસોમનાથમાં આઇવીએફ ટેક્નિકથી બન્ની પ્રજાતિની ભેંસના વાછરડાનો જન્મ

aasthamagazine

ગીર સોમનાથમાં રાજ્ય કક્ષાની ઉજવણીમાં 32 મિનિટનો જ ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે

aasthamagazine

વાયબ્રન્ટ ગુજરાત-2022નું 10મી જાન્યુઆરીના રોજ PM મોદી કરશે ઉદઘાટન

aasthamagazine

Leave a Comment