#Citizens will be admitted to the Secretariat through an admission pass
Aastha Magazine
#Citizens will be admitted to the Secretariat through an admission pass
ગાંધીનગર સમાચાર

સચિવાલયમાં પ્રવેશ પાસ દ્વારા નાગરિકોને પ્રવેશ અપાશે

રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીશ્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-૧,ર માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ભુપેન્દ્ર પટેલે સામાન્ય પ્રજાવર્ગો-નાગરિકો કોઇપણ હાલાકી વિના સરળતાએ મંત્રીઓ, સરકારી અધિકારીઓને મળી શકે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કરેલો છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે મંગળવાર તા.ર૧ સપ્ટેમ્બર-ર૦ર૧થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-ર૦ર૦થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મુકવામાં આવેલા આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, મંગળવાર તા.ર૧મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Citizens will be admitted to the Secretariat through an admission pass
#Citizens will be admitted to the Secretariat through an admission pass

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દારૂનું વેચાણ થતો હોવાનો પર્દાફાશ

aasthamagazine

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ : ‘નાર્કો ટેરર’’ એ ભારત માટે ખતરો છે જે ભાવી પેઢીને બરબાદ કરે છે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 25/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

ગાંધીનગર : રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે પીએમ મોદી

aasthamagazine

Leave a Comment