#Gandhinagar: Vijay Rupani will go to live in Keshubhai Patel's bungalow in Sector-19
Aastha Magazine
#Gandhinagar: Vijay Rupani will go to live in Keshubhai Patel's bungalow in Sector-19
ગાંધીનગર સમાચાર

ગાંધીનગર : વિજય રૂપાણી, સેક્ટર-19નો કેશુભાઈ પટેલના બંગલામાં રહેવા જશે

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીની જગ્યાએ રાજ્યની સત્તા હવે ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. ત્યારે હવે વિજય રૂપાણીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે નિયમ મુજબ ગાંધીનગરમાં બંગલો ફાળવવામાં આવશે.

તેમને કેશુભાઈ પટેલનો સેક્ટર 19નો બંગલો આપવામાં આવે તેવી શક્યતા છે. આમ, હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું ઘર આનંદીબેન પટેલની પાછળ જ આવી જશે.
મળતી માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલનું સેકટર 19 ખાતે આવેલું સરકારી નિવાસ સ્થાન ફાળવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
આ મામલે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કરી લીધો છે અને આ બંગલાનું નિરીક્ષણ વિજય રૂપાણીના અંગત વ્યક્તિ દ્વારા થઇ ચૂકયું છે. સત્તાવાર રીતે તેમનું નિવાસ સ્થાન ખાલી કરીને ટૂંક સમયમાં સેકટર 19 ખાતેના નિવાસસ્થાને તેઓ પ્રસ્થાન કરશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gandhinagar: Vijay Rupani will go to live in Keshubhai Patel’s bungalow in Sector-19

Related posts

ગાંધીનગરના નવા મેયર હિતેશ મકવાણા

aasthamagazine

ગાંધીનગર : મેટ્રો રેલ માટે 1 હજાર વૃક્ષો કપાશે

aasthamagazine

ગાંધીનગર : ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ બાળકને તેડીને રમાડયું

aasthamagazine

મુખ્યમંત્રી : મંત્રીઓને ગાંધીનગરમાં ઓફિસ હાજર રહેવાનો આદેશ

aasthamagazine

ગાંધીનગરમાં સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષના બાળકને તરછોડી યુવક ફરાર

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment