#Ambaji: Devotees flocked to Ambaji with Bhadarvi Poonam
Aastha Magazine
#Ambaji: Devotees flocked to Ambaji with Bhadarvi Poonam
ધાર્મિક-ધર્મયાત્રા

અંબાજી : ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

અંબાના ચાચર ચોકમાં જય અંબેના ઘોષ સાથે ચાચરચોક ગુંજી ઉઠ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓના ઘસારાને જોતા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભાદરવી પૂનમને લઈને અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓમા અંબાના ચરણમાં શીશ નમાવી રહ્યા છે, ત્યારે ચૂંટણી કમિશ્નર શુશિલ ચંદ્રા પણ માના દર્શન માટે આવી પહોંચ્યા હતા. તેમજ દરેક ભક્તો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી સમયસર થશે.

ભાદરવી પૂનમને લઈને મા અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને પૂનમનો મહામેળો તો યોજાયો નથી, પરંતુ મા અંબાનાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે. રવિવારે ભાદરવી સુદ ચૌદસના સાંજ સુધી આશરે 5.50 લાખ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. અંબાજી મંદિર રાત્રિ દરમિયાન જુદી-જુદી રોશનીથી ઝગમગી ઉઠે છે. જેમાં મંદિર ટ્રસ્ટના બે વીજ કનેક્શનોમાં મોટી જગ્યામાં 96 કિલો વોટની સોલાર પેનલો લગાવી છે મંદિર ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મેળાના પાંચ દિવસ દરમિયાન 3 લાખ 80 હજાર પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ભાદરવી પૂનમમાં આ બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરાઇ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Ambaji: Devotees flocked to Ambaji with Bhadarvi Poonam

Related posts

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

અંબાજી મંદિર હવે 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ

aasthamagazine

શ્રદ્ધાળુઓ માટે શિરડી મંદિરના કપાટ ખૂલી જશે

aasthamagazine

ખોડલધામ મંદિર : કોરોનાને કારણે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે.

aasthamagazine

ડિસેમ્બર 2023માં ખુલશે અયોધ્યાનુ રામમંદિર

aasthamagazine

Leave a Comment