#Ambaji Temple: Experiment with High Resolution Audio and Video Cloudbase System in Bodyworn Camera
Aastha Magazine
#Ambaji Temple: Experiment with High Resolution Audio and Video Cloudbase System in Bodyworn Camera
ધાર્મિક-ધર્મયાત્રા

અંબાજી મંદિર : બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન ઓડીયો અને વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમનો પ્રયોગ

અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અદ્યતન બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન ઓડીયો અને વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારી પોતાના શરીર ઉપર લગાવે છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે, તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતુ નથી. આ કેમેરાના સોફ્ટવેર અને હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેમેરાથી સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવશે.

આજે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર સુધેન્દ્રસિંહ જે. ચાવડાની ઉપસ્થિતિમાં આ કેમેરાનું ડેમો0સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને મંદિરમાં વિવિધ સ્થળના સુરક્ષાકર્મીઓને તાલીમ આપી કાર્યરત કરવામાં આવ્યાં છે. ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારના હાઈટેકનોલોજી અને આધુનિક બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Ambaji Temple: Experiment with High Resolution Audio and Video Cloudbase System in Bodyworn Camera

Related posts

કચ્છ : આશાપુરા માતાજીના મંદિરમાં રાજમાતા પ્રીતિદેવીએ પતરીનો પ્રસાદ મેળવી પતરીવિધિ સંપન્ન કરી

aasthamagazine

શ્રાદ્ધમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ?

aasthamagazine

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

કુંડળધામમાં સ્વામિનારાયણ ભગવાનના ૭,૦૯૦ સ્વરુપને મળ્યું ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં સ્થાન

aasthamagazine

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પહેલું હિંદુ મંદિર બનવા જઈ રહ્યું છે

aasthamagazine

ચાર ધામ યાત્રા માટે ચલાવશે સ્પેશ્યલ ટ્રેન

aasthamagazine

Leave a Comment