#Gujarat: Heavy rains forecast till September 21
Aastha Magazine
#Gujarat: Heavy rains forecast till September 21
ગુજરાત

ગુજરાત : 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં દાહોદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીની સ્થિતિમાં 6 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં નવસારી, વલસાડ અને પાટણ જિલ્લાના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.

21મી સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી
ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય પ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે પણ યથાવત રહેશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હાલની આગાહીના આધારે IMDએ શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની વાતાવરણના કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડશે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ થશે
ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Heavy rains forecast till September 21

Related posts

લઘુતમ તાપમાનનો પારો ચાર ડિગ્રી જેટલો ઉચકાતા ઠંડીમાં રાહત થઇ

aasthamagazine

4 યુવાનો ગાંધીનગર કેનાલમાં ડૂબ્યા

aasthamagazine

ગુજરાતમાં લોકો જે ઈચ્છે તે ખાય, માંસાહાર વેચનારને નહિ રોકીએઃ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ

aasthamagazine

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તથા અન્ય પર્યટન સ્થળો 28-31 ઓક્ટોબરના દિવસો દરમિયાન ખુલ્લા રાખવામાં આવશે

aasthamagazine

ઋષિવંસી સમાજ દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણી – 26/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

મેઘરાજાએ ધમરોળ્યું : રાજકોટમાં સિઝનનો 21 ઈંચ વરસાદ- ગોંડલમાં 4 ઇંચ-જસદણમાં દોઢ ઇંચ

aasthamagazine

Leave a Comment