#The bank will be closed 4 days this week
Aastha Magazine
#The bank will be closed 4 days this week
Other

આ અઠવાડિયે 4 દિવસ બેંક રહેશે બંધ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ જણાવ્યું કે 20 અને 21 સપ્ટેમ્બરના રોજ બેંક બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે પહેલા 8 સપ્ટેમ્બરથી દેશના જુદા-જુદા રાજ્યોમાં સતત 5 દિવસની રજાઓના કારણે બેંક બંધ હતા. ચાલો જાણીએ આ મહિને ક્યા રાજ્યોમાં ક્યા દિવસે બેંક બંધ રહેશે?

ક્યા રાજ્યોમાં ક્યા દિવસે બેંકોમાં રજા

RBI મુજબ 20 સપ્ટેમ્બર 2021 એટલે સોમવારે ગંગટોકની બેંકોમાં ઇંદ્રજાતાની રજા રહેશે. ત્યારબાદ 21 સપ્ટેમ્બર એટલે મંગળવારે કોચ્ચી અને થિરુવનંતપુરમના બેંકોમાં શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસની રજા રહેશે. ત્યારબાદ 25 સપ્ટેમ્બરના રોજ ચોથો શનિવાર હોવાના કારણે બેંક હંધ રહેશે. પછી 26 સપ્ટેમ્બરના રોજ રવિવાર હોવાથી આખા દેશમાં રજા રહેશે. RBIની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી રજાની યાદી મુજબ અલગ-અલગ રાજ્યોમાં આ રજાઓ છે. આ રજા તમામ રાજ્યોમાં લાગૂ નહીં હોય.જો કે, આ સમય દરમિયાન ઓનલાઈન બેંકિંગની કામગીરીને કોઈ અસર નહીં થાય. તેનો અર્થ એ થયો કે ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તેઓ રાબેતા મુજબ ફંડ ટ્રાન્સફર વગેરે કાર્યો કરી શકશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#The bank will be closed 4 days this week

Related posts

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાતમાં શૌચાલય બનાવવામાં 567 કરોડના કૌભાંડ આપે બતાવ્યા પુરાવા

aasthamagazine

કચ્છની ધરતી ધરતીકંપના આંચકાને પગલે ધ્રુજી ઉઠી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

ગુજરાત : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને એલર્ટ કરાયા : સંભવિત ભારે વરસાદની આગાહી

aasthamagazine

Defence Budget સ્વદેશી હથિયારોના દમ પર થશે ચીન-પાકિસ્તાનનો મુકાબલો

aasthamagazine

Leave a Comment