#As soon as Home Minister Harsh Sanghvi came into action mode, there was panic among the officials
Aastha Magazine
#As soon as Home Minister Harsh Sanghvi came into action mode, there was panic among the officials
ગુજરાત

ગૃહમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં આવતા જ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ

નવા નિમાયેલા અને સૌથી યુવા વયના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે અચાનક ગૃહ વિભાગની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રવિવારના દિવસે પણ ગૃહ વિભાગની કામગીરી નિહાળવા હર્ષ સંઘવીની મુલાકાત સમયે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત તેઓએ રમત ગમત – યુવા, સાંસ્કૃતિક વિભાગના મંત્રી હોવાથી તેઓએ તે વિભાગની આજે મુલાકાત લીધી હતી. સચિવ સી.વી. સોમે અનેક યોજનાઓ અંગે માહિતી આપી. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પૂર્વ જામનગરમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પોર્ટ્સ મ્યુઝીયમ ની જાહેરાત કરી હતી જેના અંગે હર્ષ સંઘવીએ માહિતી મેળવી અને આ યોજના ને ઝડપભર પૂર્ણ કરવા સૂચના આપી. આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત રાજ્યના વર્ષભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે વાત કરી.

ઉલ્લેખનીય છે કે તેમણે ગૃહ રાજ્યમંત્રીનો ચાર્જ સંભાળતા જ રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહના આશીર્વાદ પણ લીધા હતા અને તેમની સાથે સવા કલાકથી પણ વધુ સમય બેઠક યોજી પદભાર વિશે કઈ રીતે કામ કરવું એ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#As soon as Home Minister Harsh Sanghvi came into action mode, there was panic among the officials

Related posts

સૌરાષ્ટ્રભરમાં લોકમેળાઓનુ આયોજન નહી થાય

aasthamagazine

ગુજરાત : દિવાળી પહેલા રાજ્યના વધુ 10 જેટલા IAS ઓફિસરોની બદલી

aasthamagazine

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી : હવામાન વિભાગ

aasthamagazine

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી

aasthamagazine

ગુજરાતમાં હવે લાખો વાહનો સ્ક્રેપ માં જશે

aasthamagazine

ગુજરાત : IAS પંકજ કુમાર iasબન્યા મુખ્ય સચિવ

aasthamagazine

Leave a Comment