



રાજકોટ માં પાણીની સમસ્યા નહિ રહે .રાજકોટમાં 18 લાખથી વધુ લોકોને પીવાના પાણી માટે જીવાદોરી સમાન અને ભાગ્યે જ છલકાતો આજી-1 ડેમ આજે ઓવરફ્લો થયો છે. સતત બીજા વર્ષે આજી ડેમ છલકાતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. રાજકોટની જનતા ઘણા સમય સુધી પાણીનો જથ્થો વાપરી શકે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. જેથી લોકોને પાણીની સમસ્યા નો સામનો નહિ કરવો પડે . ડેમ 17મી વાર આજી ડેમ છલકાયો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ડેમ 100 ટકા છલોછલ થઈ જતા તેને તૂટતા બચાવવા માટે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: There will be no problem of flooded water in this dam