



ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લઈને હવે શ્રદ્ધાળુઓ માટે કોરોના રસીકરણ સર્ટિફિકેટ ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ
વેક્સીનેશનને લઈને કેટલાક નિર્ણય લીધા. કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે દ્વારા વેકસીનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 35.59 લાખ લોકોને વેકસીનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53.03 લાખ લોકોએ વેકસીન લઇ લીધી છે. હજી પણ કેટલાક લોકો વેકસીન લઇ રહ્યા નથી જેથી કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેકસીન લીધેલી હોવી ફરજિયાત છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Chotila Mandir Trust: No vaccination, no darshan