



ગુજરાતની 30 ટકા વસ્તી સંપૂર્ણ વેક્સિનેટ થઈ ગઈ છે. જ્યારે 81 ટકા વસ્તીને વેક્સિનનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં 18થી વધુ વયની લગભગ સાડા આઠ કરોડ વસ્તી છે, જેમાંથી 2.63 કરોડને બન્ને ડોઝ મળ્યા છે. જે વેક્સિન પાત્ર લોકોના 26 ટકા છે. આમ ગુજરાત સંપૂર્ણ વેક્સિનેશન સમગ્ર દેશમાં પહેલા નંબર પર છે.ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત 17મી સપ્ટેમ્બરે એટલે કે એક જ દિવસમાં 23.68 લાખ વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં 23 લાખ 68 હજાર 6 લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં 3 કરોડ 96 લાખ 66,719 પ્રથમ ડોઝ તેમજ 1 કરોડ 63 લાખ 68 હજાર 592 બીજો ડોઝ મળી કુલ 5.59 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat ranks first in the country in terms of corona vaccination