#Police officer should not waste time coming to me: Home Minister Harsh Sanghvi
Aastha Magazine
#Police officer should not waste time coming to me: Home Minister Harsh Sanghvi
ગાંધીનગર સમાચાર

પોલીસ અધિકારીએ મારી પાસે આવીને સમય બગાડવો નહીં : ગૃહમંત્રી હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું અને તેઓ બરાબર 1 કલાક અને 10 મિનિટે ખુરશી પર બેઠા હતા. આ સાથે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય (કોલ ઓન) આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી. હું રૂબરૂ મુલાકાત લઈશ. આમ, તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા આવવું નહીં, એવો સંકેત આપી દીધો છે.ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતભરના લોકોને વિનંતી કરું છે કે આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને એ સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સાથે તમારે અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેક્નોલોજિકલ માધ્યમથી તમારી ઈચ્છા દર્શાવી શકો છો. અમારા સૌ વડીલો જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલાં કાર્યોને આગળ વધારવા પ્રયાસો કરીશું.ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી તો છે જ, સાથે સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનો પણ રેકોર્ડ કર્યો છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું. જ્યારે આઠ પાસ હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ હાંસલ કર્યું છે. જોકે બિનભાજપી સરકારમાં ગુજરાતમાં સૌથી નાની 35 વર્ષની ઉંમરે નરેશ રાવલ ગૃહરાજ્યમંત્રી બન્યા હતા.

હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા પણ વેપાર સાથે સંકળાયેલા છે. શ્રીનગરના લાલચોકમાં 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યા હતા. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતીથી જીતીને આજે સૌથી નાની વયે 36 વર્ષની ઉંમરે ગૃહ રાજ્યમંત્રી બન્યા છે.

#Police officer should not waste time coming to me: Home Minister Harsh Sanghvi

Related posts

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ : ‘નાર્કો ટેરર’’ એ ભારત માટે ખતરો છે જે ભાવી પેઢીને બરબાદ કરે છે

aasthamagazine

ગાંધીનગર : 15 વર્ષ જૂનાં વાહનો ભંગાર ભેગા થશે

aasthamagazine

Speed News – 14/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા

aasthamagazine

ગાંધીનગર : વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી જવા પામી

aasthamagazine

ગુજરાત : વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું હોબાળો

aasthamagazine

Leave a Comment