



અમદાવાદ શહેરમાં 47 દિવસ બાદ પહેલીવાર 11 નવા કેસ નોંધાયા છે. અગાઉ 31 જુલાઈએ અમદાવાદમાં 10 કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં સતત 34મા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. આજે શહેરમાં 7 દર્દી સાજા થયા છે. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બર કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. સતત 61મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી.
રાજ્યમાં કુલ રસીકરણ 5.57 કરોડને પાર થઇ ગયું છે. 3.96 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 1.61 કરોડ લોકોને બન્ને ડોઝ અપાઇ ગયા છે. હજૂ પણ 18 વર્ષ ઉપર વયજૂથમાં 96 લાખ લોકોને એકપણ ડોઝ મળ્યો નથી. શુક્રવારે એક જ દિવસમાં રાજ્યમાં 22 લાખથી વધારે રસીકરણ કરવામાં આવ્યું હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Increase in corona cases in Gujarat