#Corona: Must be on alert in October-November: Ministry of Health
Aastha Magazine
#Corona: Must be on alert in October-November: Ministry of Health
આરોગ્ય

કોરોના : ઓક્ટોબર-નવેમ્બરમાં એલર્ટ રહેવું પડશે : સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં કોરોનાવાયરસની હાલની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પ્રેસ બ્રીફિંગ આપી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્ત્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે દેશમાં પાછલા 24 કલાકમાં કોવિડના 30570 નવા મામલા આવ્યા હતા. જેમાંથી 68% મામલા કેરળથી સામે આવ્યા છે. બાકી રાજ્યોમાં હજી પણ કોવિડના મામલામાં ગિરાવટ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કેરળ એકમાત્ર એવું રાજ્ય છે, જેમાં 1 લાખથી વધુ એક્ટિવ મામલા છે. મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ એવાં રાજ્યો છે જેમાં કોવિડના સક્રિય મામલા 10 હજારથી 1 લાખ વચ્ચે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે પોઝિટિવિટી સતત ઘટી રહી છે. સાપ્તાહિક પોઝિટિવિટી પાછલા 11 અઠવાડિયાથી સતત 3% બની રહી છે. દેશમાં 34 જિલ્લા એવા છે જ્યાં 10 ટકાથી વધુ સાપ્તાહિક પોઝિટિવિટી છે, 32 એવા જિલ્લા છે જ્યાં 5-10% વચ્ચે સાપ્તાહિક પોઝિટિવિટી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જાણકારી આપતા કહ્યું કે દેશમાં 3631 PSA પ્લાંટ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ 4500 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકશે. જેમાંથી કેન્દ્રીય સંસાધનોથી 1491 પ્લાંટ અને અન્ય સંસાધનોથી 2140 પ્લાંટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.ઓક્ટોબર- નવેમ્બરમાં વિશેષ ધ્યાન રાખવું પડશે
નીતિ આયોગના સભ્ય કહ્યું કે આગામી 2-3 મહીના મહત્વપૂર્ણ છે, કેમ કે જ્યારે પણ દેશમાં ગમે ત્યાં ઉછાળો જોવા મળે છે, તો તેને તરત રોકવો પડશે. ડૉ પૉલે જણાવ્યું કે, અનુમાન કહે છે કે ઓક્ટોબર અને નવેમ્બર સૌથી મહત્વપૂર્ણ મહિના છે. ડૉ પૉલે કહ્યું કે આ વિશે સાર્વજનિક ડોમેનમાં આંકડાઓ ઉપલબ્ધ છે. આ તહેવાર અને ફ્લૂના મહિના પણ છે. આપણે આ બે મહિનાના સંબંધમાં વિશેષ સાવધાની રાખવી પડશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Corona: Must be on alert in October-November: Ministry of Health

Related posts

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ભારતમાં 1000ના નિકટ પહોંચ્યા ઓમિક્રોનના કેસ

aasthamagazine

ગુજરાતમાં કોરોના સુસ્ત પડ્યો અડધો અડધ કેસ ઘટી ગયા

aasthamagazine

કોવિડ વેક્સીનેશન : વૃદ્ધ દિવ્યાંગોને ઘર બેઠા મળશે વેક્સીન

aasthamagazine

સગીર બાળકોને કોરોનાની રસી અને વૃદ્ધોને બુસ્ટર ડોઝ અપાશે

aasthamagazine

નવા વર્ષની શરૂઆત કોરોનાની ત્રીજી લહેરથી થશે?

aasthamagazine

Leave a Comment