



અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર મુકેશ કુમારે આજે ટ્વીટ કરતા જણાવ્યું કે સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 થી અમદાવાદ મ્યુ.કોર્પોરેશન અંતગર્ત ની સેવાઓ / જાહેર સ્થળો માટે એન્ટ્રી મેળવવા વેક્સિન સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી રહેશે. કોઈ પણ વ્યક્તિએ વેક્સીનનો એક અથવા બન્ને ડોઝ લીધા હશે તેને જ પ્રવેશ મળશે જોઈએ. AMC અંતર્ગત AMTS – BRTS બસ સેવા, કાંકરિયા લેક ફ્રન્ટ, ઝૂ, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જીમ, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કોર્પોરેશનની ઓફિસ – કેન્દ્રો પર પ્રવેશ લેતા પૂર્વે વેક્સિન સર્ટિફિકેટ ચેક કરાશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Ahmedabad: Vaccine is mandatory for using bus service