#There are people working in BJP, power is not greedy: Vijaybhai Rupani
Aastha Magazine
#There are people working in BJP, power is not greedy: Vijaybhai Rupani
રાજકોટ

ભાજપ માં કામ કરનારા લોકો છે, સત્તા લાલચુ નથી : વિજયભાઈ રૂપાણી

મારી સાથે ના બધા મંત્રીઓએ નવા મંત્રીને પોતાનું કામ સોંપી એમની શપથવિધિ કરાવી અમે બધાએ નવા મંત્રીઓને જવાબદારી સોંપી છે મને પૂર્ણ વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ખૂબ આગળ વધશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે તેમણે જે વિકાસની રફતાર કરી છે તે પ્રક્રિયાઓ હજુ પણ વધુ સારી રીતે તેજ ગતિએ ચાલશે. આ તો રિલે રેસ છે. એક પછી એક લોકો દોડીને બીજાને જવાબદારી સોંપતા હોય છે. આ માત્ર ભાજપ જ કરી શકે. કારણકે ભાજપ માં કામ કરનારા લોકો છે સત્તા લાલચુ નથી સત્તાને સેવાનું સાધન ઘણી કામ કરીએ છીએ અને એક સેકન્ડ પણ વિચાર્યા વગર સત્તા છોડી શકીએ છીએ.

કાર્યકરોને ઉદાહરણ પુરૂ પાડવા, જનતામાં રાજનીતિમાં પ્રસ્થાપિત કરવા ભાજપ જ આવું કરી શકે અને ભાજપમાં જ આ શક્ય છે. મને આનંદ છે કે અમારા અનેક પૂર્વજોએ આ પ્રકારની પોતાની તૈયારી દેખાડી હતી અને હું પણ એ જ પગલે ચાલ્યો છું. રાજકોટ આવેલા વિજયભાઈમાં ફરી એક વાર તેના સ્વભાવ મુજબ ‘કોમનમેન’ જોવા મળ્યા, તેઓએ નિખાલસ પણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના ભાજપના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ સૌને મળ્યા હતા અને હળવાસથી બધા સાથે સંવાદ કર્યો હતો.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#There are people working in BJP, power is not greedy: Vijaybhai Rupani

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 11/01/2022

aasthamagazine

રાજકોટ : લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી

aasthamagazine

નિરાધાર ગૌમાતા ના લાભાર્થે ભવ્ય લોકડાયરો – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : શહેર ભાજપ કાર્યાલય પર સોશિયલ ડિસ્ટન્સની એસીતેસી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 09/02/2022

aasthamagazine

Leave a Comment