



ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની વરણી કરવામાં આવી છે.હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના પ્રધાન તો છે જ, સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહરાજ્યમંત્રી બનવાનું બહુમાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું.જ્યારે હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ હાંસલ કર્યું છે.જો કે બિનભાજપી સરકારમાં ગુજરાતમાં સૌથી નાની 35 વર્ષની ઉંમરે નરેશ રાવલ ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં.અમિત અનિલચંદ્ર શાહનો જન્મ વણિક પરિવામાં 1964માં થયો હતો.તેમના પિતા વેપાર સાથે સંકળાયેલા હતાં. જ્યારે હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા પણ વેપાર સાથે સંકળાયેલા છે. આરએસએસ સાથે સંકળાયેલા અમિત શાહ વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં આવી ગયાં હતાં. એબીવીપીમાંથી તેઓ 1987માં ભાજપમાં જોડાયાં હતાં. બાદમાં વોર્ડ સેક્રેટરીની જવાબદારીઓમાંથી આજે ગૃહમંત્રી બન્યાં છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં 2002ની ચૂંટણીમાં અમિત શાહ સરખેજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને ભારે જંગી બહુમતિથી વિજયી થયા બાદ સૌથી નાની વય એટલે કે,37 વર્ષની વયે ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં. જ્યારે હર્ષ સંઘવી શ્રીનગરના લાલચોકમાં 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યાં હતાં. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતિથી જીતિને આજે સૌથી નાની વયે 36 વર્ષની ઉંમરે ગૃહરાજ્યમંત્રી બન્યાં છે.અમિત શાહ તેમના સમયમાં યુવા ભાજપને સક્રિય રીતે જોડાયેલા હતાં. જ્યારે હાલ હર્ષ સંઘવી પણ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય કક્ષાના નેતા છે. હર્ષ અને અમિત શાહ બન્ને ઈવેન્ટ મેનેજમેન્ટમાં માસ્ટર ગણાય છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Harsh Sanghvi, MLA of Surat’s Majura Assembly, became Home Minister at the age of 37