#Gujarat: Heavy rains likely till September 21
Aastha Magazine
#Gujarat: Heavy rains likely till September 21
ગુજરાત

ગુજરાત : 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ, રાજ્યમાં 8 સ્ટેટ હાઈવે સહિત 89 માર્ગ હજી પણ બંધ

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે.

ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 52.85 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી.

પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે. NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Heavy rains likely till September 21

Related posts

જામનગર : ગોડસેની પ્રતિમાને કાર્યકરોએ તોડી નાંખી

aasthamagazine

જુનાગઢના સિંહો પર થશે પ્રાણીઓ માટેની કોરોના રસીની ટ્રાયલ

aasthamagazine

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

aasthamagazine

મુકેશ અંબાણીના પૌત્રનો પ્રથમ જન્મદિવસ જામનગરમાં ઉજવાયો

aasthamagazine

ગુજરાત : સોલર રોડ પ્રોજેક્ટ લોન્ચ

aasthamagazine

જુનાગઢ : વાદળીયા વાતાવરણમાં પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ

aasthamagazine

Leave a Comment