



ભાજપના નેતૃત્વએ આ વખતે નવા ચહેરાઓને અજમાવવાનું નક્કી કર્યું છે અને લગભગ તમામ જૂના મંત્રીઓને પણ પડતા મૂક્યા છે. અગાઉના રૂપાણી સરકારનો ભાગ રહેલા કેટલાક વરિષ્ઠ મંત્રીઓને પણ ટાટા-બાય બાય કહી દેવામાં આવ્યુ છે.2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘નો રિપીટ’ ફોર્મ્યુલાનો પ્રસ્તાવ આવ્યો છે, કારણ કે બે દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ સ્વચ્છ સ્લેટ સાથે મતદારો પાસે જવા માંગે છે.શુ પાર્ટીનો અંદરોઅંદર ક્લેશ છે શપથવિધિના અવરોધનુ કારણ ?
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદના અહેવાલોને ફગાવી દીધા છે. “કેબિનેટની રચનામાં કોઈ સમસ્યા નથી. બધું નિયંત્રણમાં છે. ‘ આ ઉપરાંત પાટીલે નાયબ મુખ્યમંત્રી કોણ બનશે અથવા આ પદ હટાવવામાં આવશે તે અંગે અનુમાન લગાવવાનો પણ ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મજબૂત પાટીદાર નેતા નીતિન પટેલ વિજય રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા.બીજી બાજુ પાટીદારોના મજબૂત નેતા નીતિન પટેલ, જેમને મુખ્યમંત્રી ન બનાવાતા નારાજ હોવાનું કહેવાય છે, હવે તેઓ પોતે જ મંત્રી બનવા માંગતા નથી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Senior ministers were also told Tata-bye-bye