#Heavy rainfall forecast in many states of the country including Gujarat
Aastha Magazine
#Heavy rainfall forecast in many states of the country including Gujarat
ગુજરાત

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન

ભારતીય હવામાન ખાતાએ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 10 દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. જોકે સામાન્ય રીતે દેશમાં 17 સપ્ટેમ્બરથી ચોમાસુ પરત ફરવાનું શરુ થાય છે પરંતુ આ વખતે ચોમાસુ લાંબુ ચાલે એવી સંભાવના છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ દેશના અનેક વિસ્તારોમાં આગામી 3 થી 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીનું કહેવુ છે કે, ઓડિશાના દરિયામાં સર્જાયેલા ડિપ્રેશનને લીધે દેશના 13 રાજ્યોમાં વરસાદ પડવાનું અનુમાન છે.

જે દરમિયાન દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રનો અમુક વિસ્તારો અને ઉત્તર પ્રદેશમાં આગામી 3-4 દિવસ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં 100 થી 150 મિલી મીટર વરસાદ નોંધાયો હતો.

આ સિવાય સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢ અને ગોવામાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Heavy rainfall forecast in many states of the country including Gujarat

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 24/01/2022

aasthamagazine

બાકી વેરો 31 માર્ચ સુધીમાં ભરનારને પેનલ્ટી-વ્યાજમાં 100% રાહત

aasthamagazine

ઠંડી વધવાની આગાહી : હવામાન વિભાગ

aasthamagazine

ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળો આવતા જેટકોની ઈજનેર કક્ષાની પરીક્ષા મોકૂફ

aasthamagazine

ગુજરાત : નવા મંત્રીઓનો નવો સ્ટાફ : 24 મંત્રીઓ માટે નવા સ્ટાફની નિમણૂંક

aasthamagazine

ગુજરાતનું તા.૩ માર્ચે ફુલગુલાબી બજેટ અને કર વિહોણા બજેટ ના સંકેત

aasthamagazine

Leave a Comment