#Gujarat: What will happen if BJP senior Nitin Patel does not get any position in the government?
Aastha Magazine
#Gujarat: What will happen if BJP senior Nitin Patel does not get any position in the government?
રાજકારણ

ગુજરાત : ભાજપના સિનિયર મનાતા નીતિન પટેલ સરકારમાં કોઈ હોદ્દો ન મળે તો શું સ્થિતી થાય ?

સરકારમાં મોસ્ટ સિનિયર મનાતા નીતિન પટેલ પોતાની જીદ માટે જાણીતા છે. ગઈ વખતે સરકારમાં એમને ગમતા મંત્રાલય ન મળતા તે કોપ ભવનમાં ચાલ્ય ગયા હતા. આખરે ભાજપે તેમની સાથે સમાધાન કરીને તેમને નાયબ મુખ્યમંત્રી પદ અને નાણાં મંત્રાલય આપીને મનાવવા પડ્યા હતા. આ સ્થિતીમાં હવે ભુપેન્દ્ર પટેલની સરકારમાં નીતિન પટેલને કોઈ હોદ્દો ન મળે તો શું સ્થિતી થાય તે વિશે કંઈ વધારે કહેવાની જરૂર રહેતી નથી. હાલના સંજોગોમાં મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા નીતિન પટેલને ભાજપે સત્તાથી તો દુર રાખ્યા છે પરંતુ હવે આગામી સમયમાં પટેલ કઈ બાજુ પગ માંડે તે ભાજપને પણ ખબર નથી. મળતી વિગતોને સાચી માનીએ તો, ભુપેન્દ્ર પટેલ જેવા જુનિયર નેતા નીચે કામ કરવું નીતિન પટેલ જલ્દી સ્વીકારે તેના ઓછા સંજોગો છે. આ સ્થિતીમાં નીતિન પટેલ હાઈકમાન માટે માથાનો દુખાવો બની શકે છે. એમ કહેવું ખોટુ નહીં હોય કે ગુજરાતમાં ભાજપ માટે વિજય રૂપાણી કરતા નીતિન પટેલ મોટુ ટેન્શન છે. એક સમયે વિજય રૂપાણીને સાચવી શકાય પરંતુ નીતિન પટેલનો ભુતકાળ જોતા ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Gujarat: What will happen if BJP senior Nitin Patel does not get any position in the government?

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

ગુજરાત : પોલિટિકલ નાટક રાજ્ય માટે બહુ જ નુકસાન કરશે. : ઇસુદાન ગઢવી

aasthamagazine

ગુજરાત વિધાનસભાનો જંગ જીતવા ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/03/2022

aasthamagazine

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે?

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

Leave a Comment