



વિજય રૂપાણી સરકારમાં રહેવાની ઈચ્છા રાખે છે પરંતુ ભુપેન્દ્ર પટેલ તમામ જુના ચહેરાઓને બહારનો રસ્તો દેખાડવા મક્કમ હોવાની પણ વાત છે. જો આવું થાય તો વિજય રૂપાણી નારાજ થઈ શકે છે. આ સ્થિતીમાં ભાજપ શું કરે તે જોવાનું રહેશે.રકારમાં મોસ્ટ સિનિયર મનાતા નીતિન પટેલ પોતાની જીદ માટે જાણીતા છે. ગઈ વખતે સરકારમાં એમને ગમતા મંત્રાલય ન મળતા તે કોપ ભવનમાં ચાલ્ય ગયા હતા. આખરે ભાજપે તેમની સાથે સમાધાન કરીને તેમને નાયબ મુખ્યમંત્રી પદ અને નાણાં મંત્રાલય આપીને મનાવવા પડ્યા હતા. આ સ્થિતીમાં હવે ભુપેન્દ્ર પટેલની સરકારમાં નીતિન પટેલને કોઈ હોદ્દો ન મળે તો શું સ્થિતી થાય તે વિશે કંઈ વધારે કહેવાની જરૂર રહેતી નથી. હાલના સંજોગોમાં મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા નીતિન પટેલને ભાજપે સત્તાથી તો દુર રાખ્યા છે પરંતુ હવે આગામી સમયમાં પટેલ કઈ બાજુ પગ માંડે તે ભાજપને પણ ખબર નથી. મળતી વિગતોને સાચી માનીએ તો, ભુપેન્દ્ર પટેલ જેવા જુનિયર નેતા નીચે કામ કરવું નીતિન પટેલ જલ્દી સ્વીકારે તેના ઓછા સંજોગો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Vijay Rupani wants to be in government?