#Rajkot: Young Artist Nikunj Vagadia Adopts Child Education Approach: Ganeshji's 'Paper Engineering Art'
Aastha Magazine
#Rajkot: Young Artist Nikunj Vagadia Adopts Child Education Approach: Ganeshji's 'Paper Engineering Art'
કલા અને સંસ્કૃતિ

રાજકોટ : યુવા કલાકાર નિકુંજ વાગડીયા એ અપનાવ્યો બાળ કેળવણીનો અભિગમ : ગણેશજીનું ‘પેપર એન્જીનીયરીંગઆર્ટ

પાવનપર્વ ગણેશ ચતુર્થી નિમિતે રાજકોટના યુવા કલાકાર અને શિક્ષક નિકુંજ આર. વાગડીયા એ અપનાવ્યો બાળ કેળવણીનો અનોખો અભિગમ : ભગવાન શ્રી ગણેશજીનું ‘પેપર એન્જીનીયરીંગઆર્ટ’ થકી રંગબિરંગી કાગળના ૧૦૮ ટુકડાઓ અદ્ભુત રીતે ગોઠવી તૈયાર કર્યું વિશ્વનું સૌ પ્રથમ ૩ડી અને ઇકો ફ્રેન્ડલીમોડેલ; જે બાળકોને ઉચ્ચ કક્ષાના ડોક્ટર, વૈજ્ઞાનિક, ઈજનેર, આર્કીટેકટ, ઇન્ટીરીયર કે સંશોધક બનવા પ્રયોગીક શિક્ષણ આપે છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં વિશ્વ કિર્તિમાન સ્થાપિત કરનાર રાજકોટનાં વિશ્વવિખ્યાત મિનીએચર આર્ટીસ્ટ અને ઇનોવેટીવ શિક્ષણવિદ નિકુંજ આર. વાગડીયાએ પાવનપર્વ ગણેશ ચતુર્થી નિમિતે રાજકોટના યુવા કલાકાર અને શિક્ષક નિકુંજ આર. વાગડીયા એ અપનાવ્યો બાળ કેળવણીનો અનોખો અભિગમ : ભગવાન શ્રી ગણેશજીનું ‘પેપર એન્જીનીયરીંગઆર્ટ’ થકી રંગબિરંગી કાગળના ૧૦૮ ટુકડાઓ અદ્ભુત રીતે ગોઠવી તૈયાર કર્યું વિશ્વનું સૌ પ્રથમ ૩ડી અને ઇકો ફ્રેન્ડલીમોડેલ; જે બાળકોને ઉચ્ચ કક્ષાના ડોક્ટર, વૈજ્ઞાનિક, ઈજનેર, આર્કીટેકટ, ઇન્ટીરીયર કે સંશોધક બનવા પ્રયોગીક શિક્ષણ આપે છે.
આ પ્રકારની કલાકૃતિ વિશ્વમાં અન્ય ક્યાય જોવા મળતી નથી;આ તેઓનું પોતાનું આગવું અને મૌલિક ઇનોવેશન છે, જેને તેઓએ પેપર એન્જીનીયરીંગ નામ આપ્યું છે. જેનો હેતુ ૬ થી ૧૭ વર્ષનાં બાળકોને ૩ડી પ્રોજેક્ટ અને મોડેલ્સ તૈયાર કરતા શીખવી ભવિષ્યમાં ઉચ્ચ કક્ષાના ડોક્ટર, વૈજ્ઞાનિક, ઈજનેર, આર્કીટેકટ, ઇન્ટીરીયરકે સંશોધક બનાવવાનો છે. તેઓની આ કલા પર આધારિત અનેક ઇમારતો, મોન્યુમેન્ટસ, ઇન્ટીરીયર ડીઝાઈન્સ રાજકોટ શહેરની શોભા વધારી રહ્યા છે. તો વળી, તેઓની આ કલા મેડીકલ અને સ્પેઇસ ટેકનોલોજી ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેકચરીંગમાં પણ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આમ, તેઓ રાજકોટ અને સૌરાષ્ટ્ર કક્ષાએ, લોકલ અને લો – કોસ્ટ રીસોર્સીસ દ્વારા વિદ્યાર્થીઓને,દેશની અત્યંતપ્રતિષ્ઠિત સંસ્થાઓ, જેવી કે NID (National Institute of Design) અને IIT માં શીખવામાં આવતી બાબતો શીખવી રહ્યા છે.
પ્રસ્તુત વિષયનાં માધ્યમથી જ તેઓ બાળકોને આપણી સંસ્કૃતિ અને વારસાનો પણ અસરકારક રીતે પરિચય કરાવે છે. તેઓ ‘પેપર એન્જીનીયરીંગ આર્ટ’ દ્વારા ‘બાળકોને કઈ રીતે કેળવણી આપી શકાય ?’ તે વિષય પર પાંચથી વધુ પુસ્તકો પણ લખી ચુક્યા છે. આ પ્રકારનો કેળવણી વિષયક અભિગમ રજુ કરનાર અને તેને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરનાર તેઓ સૌ –પ્રથમ અને એકમાત્ર ભારતીય લેખક અને કેળવણીકાર છે.
તેઓ આ પ્રકારના સેકડો ૩ડી મોડેલ્સ તૈયાર કરી ચુક્યા છે. તેઓના કાર્ય અંગેની કેટલીક માહિતી તેઓનાં INSTAGRAM : Nikunj Vagadia Creation International પર જોવા મળી શકે. તેઓના આ વિશિષ્ટ કાર્યનીનોંધ કેન્દ્રની મોદી સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા પણ ખાસ લેવામાં આવી છે.આ ઉપરાંત વિશ્વમાં સૌથી વધુ સુક્ષ્મ પુસ્તકોના નિર્માણ અને સંગ્રહ માટે તેઓ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં વિશ્વ કિર્તિમાન પણ સ્થાપિત કરી ચુક્યા છે. તો વળી, તલના એક જ દાણા પર અંગ્રેજી વર્ણમાલાના ૨૬ અક્ષરો તેઓ નરી આંખે કંડારી ચુક્યા છે.
તેઓ ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબીત કરતા અને વિદેશી રમતો, રમકડાંઓને ટક્કર મારતા શૈક્ષણિક રમકડાંઓ, રમતો, મોડયુલ્સ, વર્કશીટસ તૈયાર કરવામાં અનોખી મહારત ધરાવે છે; જે અન્વયે બાળકો સંશોધન કરતા – કરતા સ્વયં નવું જ્ઞાન મેળવી શકે છે, તેને આત્મસાત કરી શકે છે. જે બાળકોને ગોખણ પટ્ટીથી જોજનો દૂર લઇ જાય તથા વિકાસની પ્રત્યેક દિશામાં તેને આત્મનિર્ભર બનાવે.

નિકુંજ આર. વાગડીયા, રાજકોટ
M.Com., M.Ed., UGC – NET & GSET., Ph.D. (Cont.) WhatsApp : 840 10 96660

#Rajkot: Young Artist Nikunj Vagadia Adopts Child Education Approach: Ganeshji’s ‘Paper Engineering Art’

Related posts

રાજકોટ : ધર્મેન્દ્રસિંહજી કોલેજનું બિલ્ડિંગ હેરિટેજ તરીકે જાહેર કરી

aasthamagazine

ભારતીય આર્ટ એન્ડ કલ્ચર

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

પાર્ટી પ્લોટ કે ક્લબમાં રાસ-ગરબા યોજાશે નહીં

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

Leave a Comment