



નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ સાથે જ તેઓએ સૌપ્રથમ સીએમ કાર્યાલયમાં મોટા ફેરફાર કર્યા છે અને આજે જાહેર થયેલા ઓર્ડર મુજબ નાણા વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી પંકજકુમારને સીએમ કાર્યાલયમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પદે નિયુક્તિ આપવામાં આવી છે અને આ સ્થાને રહેલા આઈએએસ અધિકારી મનોજકુમાર દાસની ટ્રાન્સફર કરવામાં આવી છે જેમને હવે નવા સ્થાનના ઓર્ડર થશે. આ જ રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સેક્રેટરી તરીકે કામ કરનાર અને માહિતી તથા પ્રસારણ બંને મંત્રાલય પણ સંભાળનાર અશ્વીનીકુમારની પણ સીએમઓમાંથી બદલી થઈ છે અને તેમના સ્થાને ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સીઈઓ અવંતીકાસિંઘ અલખને મુખ્યમંત્રીના નવા સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જયારે કે.એન.શાહ કે જેઓ સીએમઓમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે કામકાજ કરતા હતા તેમને પણ બદલીને તેમના સ્થાને ભરુચના કલેકટર ડો. એમ.ડી.મોડીયાને સીએમઓમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે નિયુક્ત કરાયા છે જયારે મુખ્યમંત્રીના પ્રવાસ સહિતના આયોજનો સંભાળતા આઈએસ અધિકારી કે જેઓ ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી- ચીફ મિનીસ્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમના સ્થાને અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશ્નર એન.એન.દવેની નિયુક્તિ કરવામાં આવી છે. આમ મુખ્યમંત્રીના આગમન સાથે જ તેમનો પર્સનલ સ્ટાફ બદલાઈ ગયો છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Change in Chief Minister’s Office