



મોરારી બાપૂએ રૂપિયા 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યુ છે. પૂજ્ય મોરારીબાપૂ હાલ દાર્જિલિંગમાં રામ કથા માટે ગયેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત ગ્રામજનો-લોકોની સ્થિતીની જાત માહિતી મેળવવા આ વિસ્તારોની મંગળવારના રોજ કરેલી મુલાકાતના અહેવાલોની જાણ મોરારી બાપૂને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂપિયા 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યુ છે.ભારે વરસાદને કારણે જામનગર જીલ્લાનું ધુંવાવ ગામ બેટમાં ફેરવાયું હતું. નદીમાં ઘોડા પુર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું. જે કારણે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થયા હતા. આ સાથે જામનગરથી રાજકોટ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો.જે કારણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. આ સાથે વરસાદથી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના તેમજ પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડીને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી હતી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Morari Bapu donated Rs 25 lakh to the Chief Minister’s Relief Fund