#Gujarat: BJP dissidents' fair postponed
Aastha Magazine
#Gujarat: BJP dissidents' fair postponed
રાજકારણ

ગુજરાત : BJP અસંતુષ્ટોનો મેળો જામતા ટળ્યો શપથ સમારંભ

ગુજરાતમાં આજે યોજાનારા નવા મંત્રીઓના શપથગ્રહણ આજ માટે મુલતવી રાખવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં લગભગ 90 ટકા નવા મંત્રીઓ હશે,
તેમા પણ મંત્રીમંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળના તમામ મંત્રીઓને પડતા મુકીને નવાસવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયતો શરૂ થતા નારાજગી અને અસંતોષનો દાવાનળ ઉભો થયો હતો. જેનો પડઘો દિલ્હી હાઈકમાન્ડ સુધી પડતા મંત્રીઓની શપથવિધિ અચાનક અટકાવી દેવામાં આવી છે. હવે આ આવતીકાલે યોજાશે એવી શક્યતા છે. અસંતુષ્ટ મંત્રીઓનો વિવાદ વધતા આ સમસ્યાનો હલ શોધવા આવતીકાલે ગુજરાતના લોકલાડીલા નેતા અને ભારતના પ્રધાનમંત્રી મોદીજી કાલે ગુજરાત આવશે. . અહેવાલો અનુસાર, ભૂપેન્દ્ર પટેલ રૂપાણીના સમગ્ર મંત્રીમંડળને બદલવા માંગે છે, જેના કારણે પાર્ટીમાં વિવાદ વધ્યો છે.એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ઘણા વરિષ્ઠ નેતાઓની હકાલપટ્ટી નક્કી છે. તેમાં નીતિન પટેલનું નામ હતું, જે વિજય રૂપાણીના કાર્યકાળમાં ડેપ્યુટી સીએમ હતા. આ દરમિયાન અસંતુષ્ટ મંત્રીઓ દૂર થવાના ભયને કારણે પૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં લાંબા સમય સુધી બેઠક ચાલુ રહી હતી.આજે બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં જોડાતા નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ અપાવવામાં આવશે. નવા મંત્રીઓના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. એવી અટકળો છે કે પટેલ તેમના મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કરશે અને ઘણા જૂના નેતાઓને નાના નેતાઓ માટે જગ્યા ખાલી કરવી પડી શકે છે. આવી સ્થિતિમાં નીતિન પટેલ જેવા નામ પર સસ્પેન્સ રહે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: BJP dissidents’ fair postponed

Related posts

ગુજરાતના નવા CMની રેસમા કોણ ?

aasthamagazine

નવા CMની પસંદગીની ચર્ચા શરૂ : અમિત શાહ અમદાવાદ આવશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

જય શ્રીરામ નથી બોલતા તેમના ડીએનએ પર મને શંકા : યોગી

aasthamagazine

ગુજરાત : પોલિટિકલ નાટક રાજ્ય માટે બહુ જ નુકસાન કરશે. : ઇસુદાન ગઢવી

aasthamagazine

Leave a Comment