#Matter of resentment of senior leaders reaches Delhi: Ministers' office vacated
Aastha Magazine
#Matter of resentment of senior leaders reaches Delhi: Ministers' office vacated
રાજકારણ

સિનિયર નેતાઓની નારાજગીનો મામલો દિલ્લી પહોંચ્યો : પ્રધાનોની ઓફિસ ખાલી કરાવાઇ

ભાજપના 5 સિનિયર નેતાઓની નારાજગીને પગલે કોકડું ગૂંચવાયું છે. આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ, રાજભવન ખાતે લગાવેલા શપથવિધિનાં પોસ્ટર હટાવી દેવાયા. અને સત્તાવાર જાહેરાત કરાઇ છે કે આવતીકાલે બપોરે 1.30 વાગ્યે રાજભવન ખાતે નવા પ્રધાનમંડળની શપથવિધિ યોજાશે.સિનિયર નેતાઓની નારાજગી પર નજર કરીએ તો, ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર ઇચ્છી રહ્યા છે. અને મંત્રીમંડળમાંથી 90 ટકા પ્રધાનોને ડ્રોપ કરી દેવાય એવી શક્યતા છે. સાથે જ જૂના ચહેરાઓ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી ના થાય એ માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે.જો આ ફોર્મ્યુલાનો અમલ થાય તો, પ્રદિપસિંહ જાડેજા, નીતિન પટેલ, કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગણપત વસાવા જેવા દિગ્ગજ નેતાઓનું પ્રધાન પદ છીનવાઇ શકે. આ સ્થિતિમાં રૂપાણી સરકારના પ્રધાનો નારાજ છે અને સમગ્ર મામલે દિલ્લી દરબારમાં પહોંચ્યો છે.આજની હલચલ પર નજર કરીએ તો, વિસ્તરણ પહેલા દિગ્ગજ પ્રધાનોની ઓફિસ ખાલી કરાવવામાં આવી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહિર, ઇશ્વર પરમારની સ્વર્ણિમ સંકુલની ખાતેની ઓફિસ ખાલી કરાવાઇ છે. તો બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસસ્થાન ખાલી કરવા સૂચના અપાઈ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Matter of resentment of senior leaders reaches Delhi: Ministers’ office vacated

Related posts

ગુજરાત : કોંગ્રેસની જવાબદારી પ્રશાંત કિશોરને સોંપવા માગણી

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

જય શ્રીરામ નથી બોલતા તેમના ડીએનએ પર મને શંકા : યોગી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

ગુજરાતના ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન

aasthamagazine

Leave a Comment