#Ambaji Temple: Will be open from 6 a.m. to 1:30 p.m.
Aastha Magazine
#Ambaji Temple: Will be open from 6 a.m. to 1:30 p.m.
ધાર્મિક-ધર્મયાત્રા

અંબાજી મંદિર : સવારે 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે

શક્તિ પીઠ અંબાજી મંદીર દર્શન માટે આવતા યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ભોજન અને આરોગ્ય વ્યવસ્થા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાની ગાઈડલાઇનને લઇ સેનેટાઈઝર, માસ્ક સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે.યાત્રિકોને લાવવા લઇ જવા માટે 100 જેટલી એસટી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સુરક્ષાને લઇને પોલીસ વિભાગ દ્વારા 5 હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. તો માતાજીના પ્રસાદ માટે 9 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.યાત્રિકોની સેવા માટે 10 જેટલી 108 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. જ્યારે યાત્રિકોને રેલીંગમાં પાણી માટેની સગવડ કરાઈ છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે. વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગે સુધી મંદિર ખૂલ્લુ રહેશે.અંબાજી મંદિરને ખૂલ્લા રાખવાના તંત્રના નિર્ણયથી અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઘણા દિવસોથી યાત્રિકો અંબાજી મંદિરને લઇ રાહ જોઈ રહ્યા હતા કે મેળો યોજાશે કે નહિ તેને લઇ યાત્રિકો મુંઝવણમાં હતા. જોકે, હવે મંદિર ખૂલ્લું રાખવાના નિર્ણયથી ભક્તોમાં આનંદ છવાયો છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Ambaji Temple: Will be open from 6 a.m. to 1:30 p.m.

Related posts

કોરોનાનું સંક્રમણ વધતા દ્વારકા, અંબાજી-બહુચરાજીના મંદિરો બંધ કરાયા

aasthamagazine

નવરાત્રિ : કચ્છમાં માતાના મઢનાં મંદિર ખાતે ભક્તો ઉમટી પડયા

aasthamagazine

નવરાત્રિનો ત્રીજો અને ચોથો દિવસ એક સાથે

aasthamagazine

શંખ વગાડવાના ફાયદા

aasthamagazine

મથુરા-વૃંદાવનન 10 કિમી વિસ્તાર તીર્થ સ્થળ જાહેર

aasthamagazine

શ્રાવણ માસનો છેલ્લો દિવસ : સોમવતી અમાસ પિતૃ તર્પણ માટે ઉતમ દિવસ

aasthamagazine

Leave a Comment