



રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. શહેરમાં 13 અને લોધિકામાં 21 ઇંચ વરસાદ ખાબકતા લાખો એકર જમીનનું ધોવાણ અને લોકો બેઘર બન્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની આગાહીને લઇ રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ આવી રહ્યાં છે અને કલેક્ટર સાથે પરિસ્થિતિની સમીક્ષા કરશે.
કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કલેક્ટર કચેરી ખાતે વરસાદ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે. કલેક્ટર કચેરી ખાતે બપોર પછી 4 વાગ્યે સમીક્ષા બેઠક કરવામાં આવશે, આ બેઠકમાં રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહેશે.પાક નુકસાનીના સર્વે માટે ગાંધીનગરથી ટીમો આવીઃ DDO
દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં પાક નુકસાનીના સર્વે માટે ગાંધીનગરથી ટીમો આવી ગઈ છે. ગાંધીનગરની ટીમો સાથે સ્થાનિક ખેતીવાડી વિભાગની ટીમો પણ સર્વેમાં જોડાશે. હાલ રાજકોટના 33 રસ્તાઓ બંધ થયા હતા
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Red alert for heavy rains forecast