#Rajkot: Rain continues unabated - 18 inches in a day and a half
Aastha Magazine
#Rajkot: Rain continues unabated - 18 inches in a day and a half
રાજકોટ

રાજકોટ : વરસાદ અવિરત ચાલુ -દોઢ દિવસમાં 18 ઇંચ

રવિવારથી શરૂ થયેલી મેઘસવારી આજે મુશળધાર વરસતા દોઢ દિવસમાં 18 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ થઇ ગયો છે. ન્યુ રાજકોટના વેસ્ટ ઝોનમાં ગઇકાલથી આજે બપોર સુધીમાં અઢાર ઇંચથી વધુ પાણી પડી જતા આજે પૂરા રાજકોટમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ વરસાદ અવિરત ચાલુ હોય, અંદાજે 3000 લોકોના સ્થળાંતર વચ્ચે પણ મનપાના ફાયર સહિતના વિભાગો દોડધામમાં રહ્યા છે. તો અનેક જગ્યાએ પાણીમાં વાહનો ફસાતા તે કઢાવવાની કપરી કામગીરી પણ ફાયર તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજકોટમાં વરસાદની ખાધની ગણતરી થતી હતી.

તેવામાં જન્માષ્ટમી પણ શ્રીકૃષ્ણ અને હવે ગણપતિ બાપાએ આશિર્વાદ વરસાવ્યા હોય તેમ રાજકોટનો કવોટા લગભગ પૂરો કરી દીધો છે. કારણ કે ન્યારી-1 ડેમ છલકાઇ ગયો છે અને આજી-1 ડેમમાં પાણીની ખુબ આવક થઇ છે. ભાદરમાં પૂરા વર્ષનું પાણી ઠલવાઇ જતા ર4 કલાકમાં જ ભાદરવા મહિનામાં રાજકોટનું વરસાદ અને પાણીનું ચિત્ર ઉજળુ થઇ ગયું છે. ગઇકાલે રવિવારે રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તે બાદ રાત્રીથી વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા એ બેટીંગ શરૂ કર્યુ હતું. આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ રાજકોટમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તે બાદ પણ બપોરે બે વાગ્યા સુધી વરૂણ દેવે સતત આશિર્વાદ વરસાવવાનું ચાલુ રાખ્યુ હતું. બપોરે તો રાજકોટમાં લોકોને કામ વગર બહાર ન નીકળવા મનપાના તંત્રવાહકોએ જાહેર અપીલ કરી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Rain continues unabated – 18 inches in a day and a half

Related posts

રાજકોટ : પોલીસ પુત્રી તરીકે ઓળખાતી “અંબા”દિકરીનું પૂજન કરવામાં આવ્યું

aasthamagazine

રાજકોટ : આજી ડેમ : અર્બન ફોરેસ્ટને હવે રામવન નામકરણ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/02/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/02/2022

aasthamagazine

Speed News – 08/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા ઉઘરાણા

aasthamagazine

Leave a Comment