



જામનગર પંથકમાં આકાશી સુનામી થતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. જામનગર જિલ્લામાં ૨૨ થી ૨૭ ઇંચ વરસાદ વરસતા નદી – નાળા – ચેકડેમ છલકાય ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા રેસ્કયુ કરીને લોકોને બચાવી લેવામાં આવ્યા છે જામનગર જિલ્લામાં ૨૨ થી ૨૭ ઇંચ વરસાદ વરસતા નદી – નાળા – ચેકડેમ છલકાય ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા રેસ્કયુ કરીને લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં સર્વત્ર વરસાદથી જળપ્રલય સર્જાયો હોય તેવો માહોલ છવાયો છે. જામનગરથી રાજકોટ અને કાલાવડ સહિતના અનેક રસ્તાઓ બંધ છે. જામનગરમાં સતત વરસાદ વરસતા કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પુનમબેન માડમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જામનગર જિલ્લાના કાલાવડના બાંગા અને જામનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરીને બચાવવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના કાલાવડમાં નોંધાયો છે. આજે સવારે કાલાવડમાં બે કલાકમાં વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાતા ગઇકાલ સવારથી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો છે.
કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. નદી-નાળા તથા ડેમમાં નવા નીર આવ્યા છે. આ લખાય છે ત્યારે સવારે ૧૧ વાગ્યે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.જામનગરમાં વરસાદી કહેર વચ્ચે શહેરની ભાગોળે આવેલા મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા અને મુખ્ય ૨૬ નંબરનો સ્ટેટ હાઇવે પાણી ભરાવાના કારણે બંધ થઇ ગયો હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Jamnagar: Water seeped into the house amidst heavy rains: 4 inches of rain