#Extremely heavy rainfall in rural areas of Jamnagar taluka: All dams overflow
Aastha Magazine
#Extremely heavy rainfall in rural areas of Jamnagar taluka: All dams overflow
Other

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ : તમામ ડેમ ઓવરફલો

રવિવાર નો આખો દિવસ અને રવિવારની રાત જામનગર તાલુકાના મોટાભાગના ગામડામાં અતિવૃષ્ટિના કારણે ખૂબ મોટી ખાનાખરાબી થઇ છે ઘણા ગામડાઓમાં નદી કે વોકરા માં પાણી ઘુસી ગયા છે. ઘર ઠેકાણે તો લોકો જીવ બચાવવા માટે મકાન બીજા માળે ચઢી ગયા છે મોટાભાગના ગામડાઓમાં સંપર્ક થતા નથી જામનગર તાલુકામાં આવેલા તમામ ડેમો એક દિવસમાં છલકાઈ ગયા છે.૨૪ કલાકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે લોકોના જીવ બચાવવા માટે NDRF,SDRF ની ટિમ રવાના થઈ ગઈ છે. રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે જ્યારે જમવા માટે ફૂડ પેકેટ માટે સત્તા વાળા તૈયારી કરી રહ્યા છે જામનગર જિલ્લા ઉપર મેઘો મહેરબાન થયો છે ત્યારે કાલાવડ ૨૪ કલાકમાં ધોધમાર 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં જામનગરમાં 3.25 ઈંચ જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું.

જામનગર તાલુકાના અલ્યા ગામમાં એક માસ સુધી પાણી ઘુસી ગયા છે અને લોકો જીવ બચાવવા માટે બે ત્રણ માળના મકાન હોય તેમાં ચડી ગયા છે તેવા દ્રશ્યો સર્જાયા છે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી મોટાભાગનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે ત્યારે બીજી બાજુ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ જતાં લોકો બીજા માળે ચડી ગયા હતા અને આખું ગામ મોટા ભાગના ગામો બેટમાં ફેરવાઇ ગયા છે જ્યારે આવો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ભારે વરસાદના કારણે લોકોને જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ અલગ ટીમો અને હેલિકોપ્ટરની મદદ તૈયારી કરવામાં આવી રહી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Extremely heavy rainfall in rural areas of Jamnagar taluka: All dams overflow

Related posts

કેન્દ્ર સરકારના પેન્શનરોને મોદી સરકારે દિવાળીની ભેટ આપી

aasthamagazine

Speed News – 15/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

શ્રી અનુપમભાઇ દોશી સામાજિક કાર્યકર ટ્રસ્ટી દીકરાનુંઘર વૃધ્ધાશ્રમ – 22/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

जागरूकता अभियान के रूप में ” फिल्म “कश्मीर फाइल्स” से “फ्री शो” – | Aasthamagazine.News

aasthamagazine

એસટી બસનું ૨૩મીએ હડતાલનું એલાન

aasthamagazine

SBI ATM કેશ વિડ્રોઅલના નિયમોમાં થયો મોટો ફેરફાર

aasthamagazine

Leave a Comment