#Rajkot: Schools and colleges closed due to heavy rains
Aastha Magazine
#Rajkot: Schools and colleges closed due to heavy rains
રાજકોટ

રાજકોટ : ભારે વરસાદના કારણે શાળા-કોલેજો બંધ

રાજકોટ શહેરમાં ગત મધરાતથી મેઘાના મંડાણ થયા છે. આજે સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો હોવાના કારણે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા શહેરની તમામ શાળા-કોલેજો ભારે વરસાદના કારણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 10 દિવસ પૂર્વે શાળામાં ધો.6 થી 8નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે.

આજે કેટલીક શાળાઓમાં યુનિટ ટેસ્ટ લેવામાં આવનાર હતી પરંતુ ભારે વરસાદના કારણે શાળા બંધ રાખવાના કલેકટરના આદેશ આપવામાં આવ્યા હોવાના કારણે યુનિટ ટેસ્ટ કેન્સલ કરવામાં આવી હતી. કલેકટરના આદેશના પગલે આજે સવારથી રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં શાળા અને કોલેજો બંધ છે.

ભારે વરસાદના કારણે આજે યુનિવર્સિટી હસ્તકની તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે પરંતુ સ્ટાફની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. ગઈકાલે રાતથી આજે સવાર સુધીમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ થોડીવાર માટે મેઘરાજાએ વિરામ લીધો હતો અને ફરી અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Schools and colleges closed due to heavy rains

Related posts

રાજકોટ-ઓખા વચ્ચે શરૂ થશે ટ્રેન

aasthamagazine

રાજકોટ : સ્પાની આડમાં કૂટણખાનું : બે શખ્સની ધરપકડ

aasthamagazine

રાજકોટ : શહેર ભાજપ કાર્યાલય પર સોશિયલ ડિસ્ટન્સની એસીતેસી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/02/2022

aasthamagazine

પેટ્રોલ પંપ ફ્રી સર્વિસીસ – 07/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ ધારાસભ્ય ગોવિદભાઇ પટેલ નો ગૃહમંત્રી ને રાજકોટ પોલીએ કામીસ્નર વિરુદ્ધ નાણા વસૂલી નો પત્ર.

aasthamagazine

Leave a Comment