



છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના કારણે જિલ્લાના અનેક ડેમો ઓવરફ્લો થયા છે. રાજકોટ જિલ્લામાં આવેલા સિંચાઈ વિભાગ હસ્તકના 25 પૈકીના 6 ડેમ ઓવરફ્લો થયા છે.
આજી ડેમ 2 ઓવરફ્લો
આજી ડેમ 3 ઓવરફ્લો
વેરી ડેમ ઓવરફ્લો
મોતીસર ડેમ ઓવરફ્લો
ખોડાપીપર ડેમ ઓવરફ્લો
છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને બીજા નંબરનો પડધરી તાલુકાનો આજી 3 (ખજુરડી ) ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 7 દરવાજા પાંચ – પાંચ ફુટ ખોલવામાં આવ્યા છે.
રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી-૨ ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટ ખોલવામાં આવ્યા છે. આથી ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી ૭૩.૭૬ મીટર છે
પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો એક દરવાજો ૨ ફુટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરીયાળી તથા મોરબી જિલ્લાના ટૈકારા તાલુકાના ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Four gates of 6 dams overflow-Aji-2 dams of the district including Aji 2, 3 opened