#Heavy rains in Jamnagar district and city: Many villages are waterlogged
Aastha Magazine
#Heavy rains in Jamnagar district and city: Many villages are waterlogged
Other

જામનગર જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ : અનેક ગામો જળબંબાકાર

જામનગર જિલ્લા અને શહેરમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. જામનગર શહેરમાં જ છેવાડાના વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. જ્યારે જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આ અંગે જે જે વીડિયો અને તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ભારે વરસાદને પગલે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના બંને રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પણ જામનગર કલેક્ટર સાથે વાતચીત કરીને લોકોને રેસ્ક્યૂ કરવાની સૂચના આપી છે. જામનગરના જિલ્લાના અલિયાબાડા, જાંબુડા, બલચડી, મોટી બનુગર, સપડા, બેરજા (પસાયા) પંથકમાં હોનારતના અહેવા મળી રહ્યા છે. અહેવાલ પ્રમાણે અહીં 20-25થી ઇંચ વરસાદ ખાબકી ગયો છે. બલાચડી રોડ ઉપર 20 ફૂટ પાણી હોવાના અહેવાલ છે.

જામનગર જિલ્લાના અનેક ગામો જળબંબાકાર:

સપડા ગામ: વરસાદને પગલે જિલ્લાની અનેક ગામ બેટમાં ફેરવાયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે.
નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થવા લાગ્યા છે.

ખીમરાણા ગામ: જામનગરમાં ભારે વરસાદને પગલે ખીમરાણા ગામ હાલ સંપર્ક વિહોનું બન્યું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Heavy rains in Jamnagar district and city: Many villages are waterlogged

Related posts

સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદનો વિરામ : ખેડૂતો ચિંતામાં

aasthamagazine

Rajkot Police CP Manoj Agrawal BREAKING NEWS – 01/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ડિસેમ્બર માસમાં તા . 8 થી 10 ડિસેમ્બર સખત ઠંડીની શરૂઆત થઈ શકે

aasthamagazine

લદ્દાખમાં 11000 ફૂટની ઉંચાઈ પર બનશે ફૂટબોલ સ્ટેડિયમ

aasthamagazine

ખેડૂતોને કપાસનુ નુકશાન સરકાર ભોગવશે

aasthamagazine

કોરોના મહામારી વિશે ડો.કડીવાર નું મરદર્શન. – 19/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment