#Preparations in full swing at BJP state office Kamalam
Aastha Magazine
#Preparations in full swing at BJP state office Kamalam
રાજકારણ

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તૈયારીઓ પૂર જોશમાં

કાર્યલયમાં નવા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવા માટે ફૂલોના હાર તથા બૂકે પહોંચી ગયા છે. કાર્યાલયમાં રજિસ્ટ્રેશન ડેસ્ક અને ફેસ રીડર મૂકવામાં આવ્યા છે.ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે બેઠક મળવાની છે, જેથી બેઠકને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે. બેઠકમાં આવનાર કોર ગ્રુપના સભ્યો, ધારાસભ્યો અને સાંસદ સભ્યો માટે રજિસ્ટ્રેશન ડેસ્ક રાખવામાં આવ્યું છે. જ્યાં તમામ લોકોએ ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉપરાંત કમલમમાં બેઠકના મળવાના સ્થળની બહાર ફેસ રીડર પણ રાખવામાં આવ્યા છે. ફેસ રીડર દ્વારા નોંધાયેલ વ્યક્તિ સિવાય અજાણ્યા વ્યક્તિ અંદર જાય તો તરત જ સાયરેન વાગશે જેનાથી અજાણ્યા વ્યક્તિની ઓળખ થઈ જશે. આમ સુરક્ષણ અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે કમલમમાં તૈયારી કરવામાં આવી છે. ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કોર ગ્રુપના સભ્યો પણ કેટલા હાજર રહે છે અને કેટલાક ગેરહાજર તે પણ રજિસ્ટ્રેશન ડેસ્ક દ્વારા જાણી શકાશે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Preparations in full swing at BJP state office Kamalam

Related posts

ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ છોડી આમ આદમી પાર્ટી

aasthamagazine

Speed News – 01/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને ટીકીટ મળશે?

aasthamagazine

સોનૂ સૂદ અને કેજરીવાલની થઈ મુલાકાત

aasthamagazine

કોંગ્રેસમાં હું જ ફૂલ ટાઈમ અધ્યક્ષ છું : સોનિયા ગાંધી

aasthamagazine

Speed News – 07/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment